Pics: પ્રિયંકા સાથે રજાઓ માણવા શિમલા પહોંચ્યા રાહુલ, ઢાબા પર પીધી કૉફી, ખાધી મેગી

રાહુલ ગાંધીએ પોતાના માટે સમય કાઢી લીધો છે અને તેઓ પોતાની બહેન પ્રિયંકા અને તેમના બાળકો સાથે શિમલા પહોંચ્યા છે.

વર્ષ 2018 જતા જતા કોંગ્રેસ પાર્ટીને ખુશ કરી ગયુ છે. આજે કોંગ્રેસની ત્રણ મોટા રાજ્યોમાં સરકાર બની ગઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી સભાઓ અને સીએમના નામ માટેની લાંબી માથાકૂટ બાદ છેવટે રાહુલ ગાંધીએ પોતાના માટે સમય કાઢી લીધો છે અને તેઓ પોતાની બહેન પ્રિયંકા અને તેમના બાળકો સાથે શિમલા પહોંચ્યા છે.

બહેન પ્રિયંકા સાથે રજાઓ માણવા શિમલા પહોંચ્યા રાહુલ ગાંધી

બહેન પ્રિયંકા સાથે રજાઓ માણવા શિમલા પહોંચ્યા રાહુલ ગાંધી

શિમલા પહોંચતા પહેલા મંગળવારે મોડી રાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ, પ્રિયંકા ગાંધી અને તેમના બાળકોએ સોલનના તરનતારન ઢાબા પર લગભગ અડધો કલાક સમય પસાર કરક્યો. જ્યાં તેમણે મેગી ખાધી અને કૉફી પીધી.

રાહુલ ગાંધીને જોઈને ક્રેઝી થયા લોકો

રાહુલ ગાંધીને આ રીતે ઢાબા પર જોઈને લોકો એકદમ ક્રેઝી થઈ ગયા. ભારે સંખ્યામાં લોકો ઢાબા પર પહોંચી ગયા અને બધાએ મળીને રાહુલ અને પ્રિયંકા સાથે સેલ્ફી પણ પડાવી.

રાહુલ-પ્રિયંકા બાળકો સાથે શિમલા પહોંચ્યા

રાહુલ-પ્રિયંકા બાળકો સાથે શિમલા પહોંચ્યા

તમને જણાવી દઈએ કે રાહુલ-પ્રિયંકા બાળકો સાથે ચંદીગઢ થઈને જતા રસ્તેથી શિમલાના છરાબરા વિસ્તારમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી અહીં પોતાનું એક શાનદાર ઘર પણ બનાવી રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા આ પહેલા પણ ઘણી વાર યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે આ જગ્યા આવી ચૂક્યા છે પરંતુ પ્રિયંકા અને રાહુલ ગાંધી અહીં આ મકાન જોવા માટે પહેલી વાર આવ્યા છે.

લોકસભા ચૂંટણીમાં થશે જબરદસ્ત કમબેક

લોકસભા ચૂંટણીમાં થશે જબરદસ્ત કમબેક

આ વિશે સ્થાનિક કોંગ્રેસ નેતાએ મીડિયાને કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષે તેમને કહ્યુ કે તે હિમાચલના એક ખાનગી પ્રવાસ પર આવ્યા છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ કે રાહુલ, પ્રિયંકા અને તેમના બાળકો છરાબરાની એક હોટલમાં રોકાયા છે. રાહુલ-પ્રિયંકાના આવવાથી ઉત્સાહિત સ્થાનિક નેતાએ કહ્યુ કે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા વાડ્રાએ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં ફરીથી એક વાર તેઓ કમબેક કરશે. તે અને તેમની પાર્ટી દેશહિત માટે કામ કરતી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X