નિર્ભયાના દોષી આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થશે, જારી થશે ડેથ વોરન્ટ
નિર્ભયા ગેંગરેપ કેસના દોષીતોને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ પહેલા કોર્ટે જેલ પ્રશાસનને કહ્યુ હતુ કે બધા દોષીતોને એક સાથે હાજર કરવામાં આવે.
નિર્ભયા ગેંગરેપ કેસના દોષીતોને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ પહેલા કોર્ટે જેલ પ્રશાસનને કહ્યુ હતુ કે બધા દોષીતોને એક સાથે હાજર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે આ દોષીતોમાંના એક અક્ષય કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટ 17 ડિસેમ્બરે સુનાવણી કરશે. આ અરજી પર ત્રણ ન્યાયાધીશોની પીઠ સુનાવણી કરશે જેમાં અક્ષયે મોતની સજા પર સવાલ ઉઠાવ્યા છે.

ફાંસીથી બચવા માટે શું કરી રહ્યા છે દોષીત
આ ચારે દોષીત ફાંસીથી બચવામમાટે પૂરી કોશિશ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દોષી અક્ષય કુમારની અરજી ફગાવી દેવાની સ્થિતિમાં બીજા દોષી પુનર્વિચાર અરજી નાખી દેશે. ત્યારબાદ ત્રીજો દોષી નાખી દેશે અને પછી ચોથો દોષી નાખી દેશે. દોષીતોની આ ચાલને જોતા કોર્ટે ચારેને એકસાથે હાજર થવાનો આદેશ આપ્યો છે.

ફાંસીની તૈયારી પૂરી
આ ચારે ગુનેગાર બચવાની ગમે તેટલી કોશિશ કરે પરંતુ તિહાર પ્રશાસન તેમને ફાંસી પર ચડાવવાની પૂરી તૈયારી કરી ચૂક્યુ છે. ફાંસી પર લટકાવવા માટે જલ્લાદની વ્યવસ્થા કરવા માટે ઉત્તર પ્રદેશના જેલ પ્રશાસને પણ તિહાર પ્રશાસન તરફથી પત્ર લખવામાં આવ્યો છે.

સાથે જારી થશે ડેથ વોરન્ટ
આ પહેલા કોર્ટમાં સુનાવણી દરમિયાન નિર્ભયાની માએ કહ્યુ હતુ કે આમની એક-એક કરીને કરવામાં આવી રહેલી અરજીઓથી ઘણો સમય બરબાદ થઈ રહ્યો છે. જેના પર કોર્ટે કહ્યુ હતુ કે બધા દોષિતોનુ ડેથ વોરન્ટ એક સાથે જારી કરવામાં આવશે. કોર્ટની આ વાત સાંભળતા જ નિર્ભયાની મા રડવા લાગી હતી અને પછી કોર્ટે બધા આરોપીઓને એકસાથે હાજર થવાના આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
