DIGના પુત્રએ પોસ્ટ કરી પિતાની તસવીરો, પિતાને ગણાવ્યા અસલી રાજા
જમ્મૂ, 30 ઓક્ટોબર: જમ્મૂ કાશ્મીરના એક ટોપ પોલીસ અધિકારીના 'સાહેબજાદે' દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો સોશિયલ સાઇટ્સ પર લોકોનું લોહી બાળી રહી છે.
'સાહબજાદે'એ પોતાના જમ્મૂ-કઠુઆ રેંજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) પિતા અને પોતાની 'નવાબી' તસવીરો સોશિયલ સાઇટ્સ પર શેર કરી ખૂબ શેખી વધારી છે. સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ ચૂકેલી આ તસવીરોને જોઇને પિતા અને પુત્ર પર જોરદાર ભડાસ કાઢવામાં આવી રહી છે.
જો કે જમ્મૂ કાશ્મીરના ડીઆઇજી શકીલ બેગના પુત્ર ટોની બેગે પોતાના ઇંસ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. એટલું જ નહી તસવીરોની સાથે શેખી વધારતાં જે લખ્યું છે, તેને વાંચીને તમે પણ દંગ રહી જશો.

ટોની બેગે આ તસવીરોની સાથે એકદમ ગર્વ સાથે લખ્યું છે કે તેના પોલીસ અધિકારી પિતા જૂતા ના ફક્ત બીજાથી પહેરે છે, પરંતુ જ્યારે તે ઘરથી બહાર નિકળે છે, તો પણ એ કંફોર્મ કરે છે કે રોડ પર ટ્રાફિક ન હોય.
તોની બેગે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ Tonybeig દ્વારા ઘણી તસવીરો શેર કરી છે. આવી જ એક તસવીરમાં રાષ્ટ્રપતિ પદક પ્રાપ્ત તેના પિતા શકીલ બેગ સોફા પર બેઠ્યા છે, જ્યારે એક વ્યક્તિ જૂતા પહેરાવી રહ્યો છે. તસવીરની સાથે લખવામાં આવ્યું છે. 'રિયલ કિંગ...મેરા પિતા. ગત વખતે તેમણે લગભગ 15 વર્ષ પહેલાં પોતે જૂતા પહેર્યાં હતા.' સાથે હૈશ ટૈગ #BossLife #King xx' આપવામાં આવ્યું છે.
ટોની બેગે એક તસવીર શેર કરી છે, જેમાં પોલીસની જિપ્સીની ચારેય તરફ હથિયારબંધ પોલીસવાળા ઉભા છે. આ તસવીરની સાથે લખવામાં આવ્યું છે, 'મારા પિતા જ્યારે રોડ પર નિકળે છે, તો પોલીસવાળા આવી રીતે ટ્રાફિક ક્લિયર કરે છે.' આ સાથે #power #king #guns હૈશટૈગ આપવામાં આવી છે.

એટલું જ નહી ટોની દ્વારા એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં એક પોલીસ અધિકારી બિલ્ડિંગથી નિકળતાં શકીલ બેગની પાછળ છત્રી લઇને ચાલે છે. તેની કેપ્શન તમારું લોહી બાળી દેશે. તસવીરની સાથે ટોનીએ લખ્યું છે, ''ડેડ અને હું. આ ત્યારે છે જ્યારે ના તડકો અને ના વરસાદ) સાથે #Security, #Guns અને #Umbrella આપવામાં આવી છે.
આ તસવીરો પર બેગે સ્પષ્ટતાં આપતાં કહ્યું કે મેં આખી જીંદગી સન્માન અને સ્વાભિમાનની સાથે સેવા કરી છે અને હવે હું રિયાટર થઇ રહ્યો છું. કોઇએ શરારત કરી છે. ઇંસ્ટાગ્રામના જે એકાઉન્ટનો ઉલ્લેખ છે, તે મારા પુત્રનું નથી. તેમણે કહ્યું 'જ્યારે તમે શોરૂ માંથી જૂતા ખરીદો છો તો સેલ્સમેન દોરી બાંધે છે.'

'સદ્દામની માફક શકીલ' સોશિયલ મીડિયામાં આ સમાચાર પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયઓ આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું 'જમ્મૂ કાશ્મીરના ડીઆઇજી સદ્દામ હુસૈનની માફક છે. મીડિયામાં સમાચાર આવ્યા બાદ પહેલાં તો તેના પુત્ર (tonybeig) એ આ તસવીરોને ઇંસ્ટાગ્રામથી હટાવી દિધી, પછી આ તસવીરો લગાવી અને લખ્યું 'પરિવારની સાથે દરેક વર્ષની માફક 3-4 દિવસ વિતાવ્યા અને મીડિયાએ તેને આ પ્રકારે બનાવી દિધા. હું હવે ભારત સાથે સંબંધ ધરાવતો નથી. ત્યાં લોકો સ્વંભૂ વ્યક્તિત્વના આદી નથી. જોકે કિંગસાઇઝ લાઇફ 365 દિવસ ચાલે ના કે ફક્ત 3-4 દિવસ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
