700 પંજાબી યુવાનોને ડિપોર્ટ કરવા અંગે AAP સાંસદ સાહનીએ કરી કેનેડા સરકારને આ અપીલ
પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સદસ્ય વિક્રમજીત સિંહ સાહનીએ કેનેડા સરકારેને અપીલ કરી છે કે, જ્યાં સુધી છેતરપિંડી કરનારા એજન્ટ સામે સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યાં સુધી ભોગ બનેલા વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં ન આવે.
કેનેડાના નાગરિકતા પ્રધાન સીન ફ્રેઝરે જણાવ્યું હતું કે, કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સમગ્ર મુદ્દાની સક્રિયપણે તપાસ કરી રહ્યું છે, નકલી સ્વીકૃતિ પત્રોના તાજેતરના અહેવાલો પર, અમારું ધ્યાન ગુનેગારોને ઓળખવા પર છે અને પીડિતોને સજા આપવા પર નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ જણાવ્યું હતું કે, આ નિવેદન તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં આવ્યું છે, જેમાં બનાવટી કોલેજ સ્વીકૃતિ પત્રો, અનૈતિક એજન્ટો દ્વારા પ્રવેશ ફીની રસીદો જાહેર કરીને પંજાબના નિર્દોષ વિદ્યાર્થીઓને માન્ય વિઝા આપવાનો મામલો ઉગ્ર બન્યો છે. આ સાથે આ અંગે તપાસની માંગ કરી હતી. હવે આ વિદ્યાર્થીઓ પર કેનેડામાંથી દેશનિકાલની તલવાર લટકી રહી છે.
સાહનીએ કેનેડિયન બોર્ડર પ્રોટેક્શન એજન્સીને અપીલ કરતા જણાવ્યું હતું કે, કેનેડાની સરકારે તપાસ સમિતિ સમક્ષ જરૂરી સાક્ષીઓ જુબાની ન આપે, ત્યાં સુધી પંજાબી યુવકના દેશનિકાલને અસ્થાયી રૂપે સ્થગિત કરવો જોઈએ.
સાહનીએ જણાવ્યું હતું કે, 700 ભારતીય પંજાબી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, જે નકલી એડમિટ કાર્ડ પર કેનેડા ગયા, વિઝા અને ઈમિગ્રેશન ક્લિયરન્સ મેળવ્યું, કેનેડામાં અભ્યાસ કર્યો અને હવે કામ કરી રહ્યા છે, તેમને દેશનિકાલ કરી શકાય નહીં. કારણ કે, તેઓ નિર્દોષ છે અને તેનો શિકાર બન્યા છે. આ એક મોટું ષડયંત્ર છે જેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બન્યા છે.
સાહનીએ અપીલ કરી હતી કે, વ્યક્તિગત વિદ્યાર્થીઓ માટે કેનેડાની અદાલતોમાં તેમના કેસ લડવા ખૂબ જ મુશ્કેલ છે, તેમાંથી કેટલાકને તાજેતરના ભૂતકાળમાં સફળતા મળી છે, પરંતુ કેનેડા સરકારે આ પ્રતિકૂળ સંજોગોમાં પીડિત તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ સામૂહિક અભિગમ અપનાવવો જોઈએ.












Click it and Unblock the Notifications
