અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભ
અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારંભનુ આયોજન રામલીલા મેદાનમાં થશે.
આમ આદમી પાર્ટીએ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે. 2015ની સફળતાનુ પુનરાવર્તન કરીને આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટો પર જીત મેળવી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે નવી દિલ્લી સીટથી ભાજપ ઉમેદવાર સુનીલ યાદવને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા. અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારંભનુ આયોજન રામલીલા મેદાનમાં થશે.

કેબિનેટમમાં કયા નવા ચહેરા શામેલ હશે
અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વાર દિલ્લીના સીએમ બનશે. વળી, એ અંગેની પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે છેવટે તેમની કેબિનેટમમાં કયા નવા ચહેરા શામેલ હશે. પાર્ટીના બધા મોટા નેતાઓ અને બીજા કાર્યકાળમાં મંત્રી રહેલા બધા મોટા નામોને જીત મળી છે. આતિશી માર્લેના, રાઘવ ચડ્ઢા અને દિલીપ પાંડે સહિત આમ આદમી પાર્ટીના બધા મોટા ચહેરા ચૂંટણી જીતી ગયા છે.
|
ઐતિહાસિક જીત
દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો આપે તેમની 62 સીટો પર જીત મેળવી. આ જીત એટલા માટે પણ મોટી રહી કારણકે પાર્ટીએ ગઈ ચૂંટણીમાં પણ 67 સીટો પર ઐતિહાસિક જીત મેળવી હતી. એવામાં પાર્ટીને 5 સીટોનુ નુકશાન તો તુ પરંતુ તેમછતાં વિપક્ષી દળ ભાજપ કોઈ ખાસ કમાલ કરી શક્યુ નહિ. મતોની ગણતરી દરમિયાન 25 સીટો પર આગળ હોવા છતાં છેવટે ભાજપ 2015ની ટેલીને 3થી 8 સુધી જ લઈ જઈ શક્યુ. આમાંથી છ સીટો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિલ્લી લોકસભા વિસ્તારોમાં આવે છે.

કોંગ્રેસને ફગાવી
વર્ષ 2013 સુધી દિલ્લીમાં સતત ત્રણ કાર્યકાળ સુધી સરકાર ચલાવાર કોંગ્રેસને આ વખતે દિલ્લીના મતદારોએ સંપૂર્ણપણે ફગાવી દીધા. પાર્ટી અને તેમના સહયોગી પક્ષના ઉમેદવારોએ દિલ્લીની 70માથી 67 વિધાનસભા ક્ષેત્રોમાં પોતપોતાના જામીન ગુમાવી દીધા છે. એટલે કે દિલ્લીની માત્ર 3 સીટો પર જ કોંગ્રેસના ઉમેદવારો પોતાના જામીન બચાવી શક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
