રાજ્યની મહાનગરપાલિકાઓની આરોગ્યલક્ષી સમીક્ષા માટે બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ હાજર હતા.

આરોગ્ય મંત્રીએ વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનરો સાથે આરોગ્યલક્ષી મહત્વના મુદ્દાઓ પર સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

meeting

આ બેઠકમાં મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, UPHCમાં જરૂરી માનવસંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન સત્વરે તૈયાર કરીને જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

વધુમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ, ૧૦૮ ની સેવાઓ,કુપોષણ, બાળ મૃત્યુદર માતા મૃત્યુદરમાં ઘટાડો જેવા વિષયો પર પણ વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

રાજ્યના શહેરી વિસ્તારમાં વાહક જન્ય રોગોનું પ્રમાણ ઘટાડવા પગલા લેવા, ટેલી કન્સલટેશનો વ્યાપ વધારવા, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવીને ટીબીને જળમૂળમાંથી નાથવાની દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા માટે મંત્રીશ્રીએ આ બેઠકમાં અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશ્નર, NHMના ડાયરેક્ટર તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X