આસામની એક ન્યૂઝ ચેનલ હેક, હેકરે લાઈવમાં પાકિસ્તાનનો ધ્વજ અને પયગમ્બરના વખાણ દેખાડ્યા
પયગમ્બર પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિરોધ વચ્ચે પાકિસ્તાન દ્વારા આસામ સ્થિત ડિજિટલ ચેનલની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. આ પછી ચેનલના બ્રેકિંગ સેક્શનમાં પ્રોફેટના સન્માનનો પાઠ કરતા ટિકર્સ આવ્યા હતા.
નવી દિલ્હી : પયગમ્બર પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિરોધ વચ્ચે પાકિસ્તાન દ્વારા આસામ સ્થિત ડિજિટલ ચેનલની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. આ પછી ચેનલના બ્રેકિંગ સેક્શનમાં પ્રોફેટના સન્માનનો પાઠ કરતા ટિકર્સ આવ્યા હતા. હેકર્સે આ ચેનલ પર પાકિસ્તાનનો ઝંડો પણ પ્રદર્શિત કર્યો હતો.

આસામની ડિજિટલ ન્યૂઝ ચેનલ Time8ની વેબસાઈટ પયગંબર પરની ટિપ્પણીના વિવાદ દરમિયાન હેક કરવામાં આવી હતી. હેકર્સે 9 જૂને ચેનલના લાઈવ ન્યૂઝ સ્ટ્રીમના બ્રેકિંગ સેગમેન્ટને હેક કર્યું હતું. આ દરમિયાન Time8નું પ્રસારણ અવરોધાયું હતું.
ટાઇમ8 ડિજિટલ ન્યૂઝ નેટવર્કના સ્થાપક અને મેનેજિંગ એડિટર ઉત્પલ કાંતાએ જણાવ્યું કે પાકિસ્તાની હેકર જૂથ ક્રાન્તિ પીકેએ લાઇવ સ્ટ્રીમ દરમિયાન યુટ્યુબ ચેનલને થોડા સમય માટે હેક કરી હતી અને પ્રોફેટના સન્માનમાં પ્રસારિત થયેલા સમાચારને પાકિસ્તાની ધ્વજ સાથે બદલી નાખ્યા હતા.
આ મામલે ટાઇમ8 ડિજિટલ ન્યૂઝ નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર ઉત્પલ કાંતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે આ મામલાને લઈને કહ્યું, 'આ સાયબર આતંકવાદનું કૃત્ય છે. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત આ બાબત પર અમારી ચિંતા પણ વ્યક્ત કરીએ છીએ.
ટાઈમ8એ જણાવ્યું કે, નેટવર્કે અધિકારીઓને જાણકારી આપી છે અને ગુવાહાટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ફરિયાદની તપાસ ચાલી રહી છે. ચેનલે કહ્યું કે હેકર્સનો ઈરાદો ભારતને બદનામ કરવાનો પણ હતો કારણ કે તેઓએ ટ્વિટર અને ફેસબુક પર વીડિયોના હેક કરેલા ભાગને લીક કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
