Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેગિંગઃ માથા મુંડાવીને કોલેજ પહોંચ્યા મેડીકલ છાત્ર, પરેડ કરી સીનિયરને કરી સલામ

શાળા કોલેજોમાં રેગિંગ સામે કડકાઈના બધા દાવાઓ એ વખતે ખોખલા સાબિત થયા જ્યારે સેફઈની મેડીકલ કોલેજમાં MBBSના નવા છાત્રોના માથા મુંડાવી દેવામાં આવ્યા હતા.

શાળા કોલેજોમાં રેગિંગ સામે કડકાઈના બધા દાવાઓ એ વખતે ખોખલા સાબિત થયા જ્યારે સેફઈની મેડીકલ કોલેજમાં MBBSના નવા છાત્રોના માથા મુંડાવી દેવામાં આવ્યા હતા. આવા એક બે નહિ પરંતુ 150 છાત્રોનું એક ગ્રુપ છે જેમાં બધાના માથા મુંડાવી દેવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો આ છાત્રોને કોલેજ કેમ્પસમાં પરેડ કરાવવામાં આવી અને સીનિયરને સેલ્યુટ પણ કર્યા.

ragging

એનડીટીવીના રિપોર્ટ અનુસાર, વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. રાજકુમારે દાવો કર્યો છે કે સંસ્થાએ આના માટે વિશેષ ટીમની રચના કરી દીધી છે જેમની રેગિંગ પર નજર રહે છે. કુલપતિએ કહ્યુ કે આ કેસની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તેમાં સફેટ કોટ પહેલા છાત્રોનો એક સમૂહ જોવા મળી રહ્યો છે કે જે બધા એક લાઈનથી પરેડ કરતા જોવા મળી રહ્યા છે અને બધાએ પોતાના માથા મુંડાવી રાખ્યા છે.

આ ઉપરાંત એક અન્ય વીડિયોમાં છાત્રોને જૉગિંગ કરતા અને પોતાના સીનિયરોના એક ગ્રુપને સલામી આપતા દેખાય છે. વળી, ત્રીજા વીડિયોમાં એક સુરક્ષા ગાર્ડા છાત્રો પાસે ઉભેલા જોવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સેફઈ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવનું ગામ છે. વળી આ કેસમાં ઈટાવાના ડીમ જેબી સિંહે રેગિંગના આ કેસની તપાસ માટે બે સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. એસડીએમ સેફઈ અને મેડીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રિપોર્ટ આપવાના આદેશ આપવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X