મણિપુર હિંસાને લઈને મોટો ખુલાસો, નગ્ન પરેડ કરાવાયેલી મહિલાઓને પોલીસે જ ભીડને હવાલે કરી હતી
મણિપુરમાં માનવતાને તાર તાર કરતી મહિલાઓને નગ્ન પરેડની ઘટના સામે આવ્યા બાદ એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે અને આ મહિલાઓને પોલીસે જ ભીડને હવાલે કરી હોવાની ચૌકાવનારી બાબત સામે આવી છે.
મણિપુરમાં હિસા વચ્ચે હવે આ પીડિત મહિલાઓમાંથી એક મહિલાનું નિવેદન સામે આવ્યુ છે. આ ઘટનાને લોકોમાં ભારે રોષ છે. વીડિયોમાં ટોળું નગ્ન અવસ્થામાં મહિલાઓને રસ્તાની બીજી બાજુના ખેતરમાં લઈ જઈ રહ્યુ છે. 18 મેના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે 20 વર્ષીય મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.

આ ફરિયાદ અનુસા, કાંગપોકપી જિલ્લામાં ગામ પર ટોળાએ હુમલો કર્યા પછી આ મહિલાઓ જંગલમાં ભાગી હતી. આ દરમિયાન થૌબ પોલીસે તેને બચાવી અને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટોળાએ પોલીસને પોલીસ સ્ટેશનથી લગભગ બે કિલોમીટર દૂર રોક્યા.
ભોગ બનેલી એક મહિલાએ કહ્યું છે કે પોલીસ અમારા ગામ પર હુમલો કરી રહેલા ટોળાની સાથે હતી. પોલીસે અમને ઘરમાંથી ઉપાડી અને થોડે દૂર લઈ જઈ રસ્તા પર ભીડને સોંપી દીધી. મહિલાઓ અનુસાર, પોલીસે જ તેને ભીડને હવાલે કરી હતી.
જણાવી દઈએ કે. પીડિત મહિલાઓએ ફરિયાદમાં કહ્યું છે કે, પાંચ લોકો એક સાથે હતા. વીડિયોમાં દેખાતી મહિલાઓને કથિત રીતે નગ્ન કરવામાં અને એક મહિલાના પિતા અને ભાઈની ટોળાએ હત્યા કરી દીધી.
એક મહિલાએ જણાવ્યુ કે, તેને અને તેના પરિવારને કોઈ ખ્યાલ નહોતો કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે. બે મહિના બાદ આખરે વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ દાખલ કરી. મહિલાએ કહ્યું કે મણિપુરમાં ઈન્ટરનેટ નથી તો અમને પણ કંઈ ખબર ન પડી.
પીડિતા અનુસાર, એક નહીં પરંતુ ટોળામાં ઘણા પુરુષો હતા. તે કેટલાક લોકોને ઓળખી શકે છે. તેણે ભીડમાંથી એક વ્યક્તિને તેના ભાઈનો મિત્ર હોવાનું પણ કહ્યું હતું.
જણાવી દઈએ કે મણિપુર આ વીડિયો બાદ પોલીસે અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોને પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
