5 વર્ષનો વિહાન દિલ્લીથી બેંગલોર એકલો પહોંચ્યો, બેંગલોર એરપોર્ટ પર માએ રિસીવ કર્યો

દેશમાં લગભગ બે મહિના બાદ ઘરેલુ ઉડાન સેવાઓ શરૂ થઈ છે. આ દરમિયાન એક 5 વર્ષનો બાળક પણ દિલ્લીથી એકલો બેંગલુરુ પહોંચ્યો છે.

દેશમાં લગભગ બે મહિના બાદ ઘરેલુ ઉડાન સેવાઓ શરૂ થઈ છે. આ દરમિયાન એક 5 વર્ષનો બાળક પણ દિલ્લીથી એકલો બેંગલુરુ પહોંચ્યો છે. અહીં બેંગલુરુ એરપોર્ટ પર બાળકની મા તેને રિસીવ કરવા આવી. વાસ્તવાં પાંચ વર્ષનો વિહાન શર્મા દિલ્લીમાં પોતાના દાદા-દાદીના ઘરે આવ્યો હતો અને લૉકડાઉનના કારણે અહીં ફસાઈ ગયો. તે વિશેષ શ્રેણીની મુસાફરી કરીને 3 મહિના બાદ બેંગલુરુ પાછો આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે વિહાન એકલો જ દિલ્લીથી બેંગલુરુ આવ્યો છે.

vihan

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે 9 વાગ્યા સુધી 5 ફ્લાઈટ બેંગલુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી, જ્યારે 17 ફ્લાઈટ રવાના થઈ અે 9 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી. લખનઉથી પહેલી ફ્લાઈટ સોમવારે સવારે અમદાવાદ માટે રવાના થઈ. બેંગલુરુથી રાંચી માટે ઉડાન ભરનારી એક અન્ય ફ્લાઈટે 173 મુસાફરો અને ત્રણ નવજાત સાથે સવારે 5.15 વાગે ઉડાન ભરી. વિવિધ એરપોર્ટથી સંચાલિત થનારી ઉડાનોની સંંખ્યા અને પછી મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવી રાજ્ય સરકારો જેમણે ફ્લાઈટોને ફરીથી શરૂ કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો તેના કારણે અસમંજસની સ્થિતિ બની રહી.

મહારાષ્ટ્રે જો કે રવિવારે રાતે મુંબઈથી સીમિત સંખ્યામાં ઉડાનાના પરિચાલનને મંજૂરી આપી દીધી. કોરોના વાયરસ સંકટ વચ્ચે સરકારે 25 વિમાનોના જવા અને 25ને આવવાની અનુમતિ આપી છે. અમ્ફાન વાવાઝોડાથી ભારે નુકશાન સહન કરી રહેલ પશ્ચિમ બંગાળે કહ્યુ છે કે તે વિમાન પરિચાલન 28 મેથી શરૂ કરશે. જો કે બધા એરપોર્ટ પર વાયરસથી બચવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સ્ક્રીનિંગ માટે પૂરી વ્યવસ્થા છે. બધા માટે ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય છે.

તમિલનાડુએ કહ્યુ છે કે મુસાફરોને 14 દિવસ સુધી ઘરે ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને વિભાગ એરપોર્ટ પર સોમવારથી કોઈ ઘરેલુ ઉડાનો સંચાલિત નહિ થાય પરંતુ મંગળવારથી સેવાઓ શરૂ થઈ જશે. સોમવાર માટે લગભગ 1050 ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ થઈ ગયુ હતુ પરંતુ સુધારેલી અનુસૂચિના કારણે ઘણી ફ્લાઈટો રદ થઈ ગઈ જેનાથી સેંકડો મુસાફરોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

દિલ્લી-એનસીઆરમાં પારો પહોંચ્યો 40ને પાર, આ રાજ્યોમાં રેડ એલર્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X