આ છે ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ ‘રુખસાના સુલ્તાના', જેને જોઈને ડરથી કાંપી જતા લોકો
નસબંધી કેમ્પની જવાબદારી સોંપવામાં આવી હતી સમાજસેવી રુખસાના સુલ્તાનાને કે જે ઈતિહાસના પાનાંઓમાં ‘ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ’ના નામથી પ્રખ્યાત છે.
ભારતીય લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના દિવસે જ 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીનું એલાન કર્યુ હતુ. આજે ઈમરજન્સીને 44 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે દેશમાં વર્ષ 1975થી લઈને 1977 સુધી દેશમાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી અને આ દરમિયાન ઘણી બધી વસ્તુએ એવી થઈ હતી જેણે દેશમાં નફરત અને વિદ્રોહ પેદા કરી દીધો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીએ જનસંખ્યા નિયંત્રણ કરવા માટે નસબંધી કેમ્પ ચલાવ્યો હતો.

ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ ‘રુખસાના સુલ્તાના'
જેની જવાબદારી સોંપવામાં આવી હતી સમાજસેવી રુખસાના સુલ્તાનાને કે જે ઈતિહાસના પાનાંઓમાં ‘ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ'ના નામથી પ્રખ્યાત છે. સમાજસેવી અને ખૂબ જ સુંદર રુખસાના સુલ્તાનાને સંજય ગાંધીની ખૂબ નજીક માનવામાં આવતા હતા. એટલા માટે તેમને ગાંધીની નસબંધી કેમ્પની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ જનસંખ્યા નિયંત્રણ માટે ચલાવવામાં આવેલા આ કેમ્પે વિકરાળ અને ડરામણુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ કારણકે એ સમયે અમુક એવા કેસ સામે આવ્યા જેમાં લોકોની બળજબરીથી નસબંધી કરાવવામાં આવી.

રુખસાના સુલ્તાનાને જોતા જ લોકો ભાગી જતા
લોકો વચ્ચે ખાસ કરીને મુસ્લિમ સમાજની અંદર એક ડર બેસી ગયો હતો. જો કે સંજય ગાંધીનું માનવુ હતુ કે દેશમાં પરિવાર નિયોજન માટે નસબંધી કરાવવી જરૂરી છે અને આને જાગૃતિ અભિયાનની જેમ ચલાવવુ જોઈએ પરંતુ એ દિવસોમાં જે રીતે નસબંધી કરવામાં આવી રહી હતી તેનાથી જૂની દિલ્લીમાં જાગૃતિ નહિ પરંતુ લોકો વચ્ચે ડર બેસી ગયો હતો.
કેમ્પેઈનથી ડરી ગયા હતા મુસ્લિમ સમાજના લોકો
60 વર્ષના વૃદ્ધોથી માંડીને 18 વર્ષના જવાનો સુદીની નસબંધી થઈ રહી હતી. નવ પરિણીત લોકોને નસબંધી માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા જેના કારણે લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા હતા અને એટલા માટે જ્યારે ઈમરજન્સીની ચીફ ગ્લેમર ગર્લ રુખસાના સુલ્તાના જૂની દિલ્લીની કોઈ બસ્તીમાં પગ રાખતી તો ત્યાં લોકો ડરના માર્યા ગાયબ થઈ જતા હતા.

રુખસાના સુલ્તાનાની દીકરી છે અમૃતા સિંહ
તે સમયે સમાચારોમાં રુખસાના સુલ્તાના માટે ઘણુ બધુ લખવામાં આવ્યુ. જો કે ઈમરજન્સી સમાપ્ત થતાં જ રુખસાના સુલ્તાના મીડિયા અને રાજકારણના પ્લેટફોર્મ પરથી ગાયબ થઈ ગઈ અને આના થોડા સમય બાદ જાણવા મળ્યુ તે તેમણે આર્મી ઓફિસર શવિંદર સિંહ સાથે લગ્ન કરી લીધા છે. જે જાણીતા લેખક ખુશવંત સિંહના ભત્રીજા હતા. મીડિયાથી ગાયબ થયેલી રુખસાના સુલ્તાના લગ્ન બાદ તે ગાંધી પરિવાર સાથે ક્યારેય જોવા ન મળી. પરંતુ વર્ષ 1983માં તેમની એક વાર ફરીથી ચર્ચા થઈ જ્યારે ફિલ્મ બેતાબ દ્વારા અભિનેત્રી અમૃતા સિંહે રૂપેરી પડદે પગ રાખ્યા.

અમૃતા સિંહની મા મુસ્લિમ અને પિતા સિખ
અમૃતા સિંહ એંશી-નેવુના દાયકાની જાણીતી અભિનેત્રી રહી છે. અમૃતા મુસ્લિમ મા અને સિખ પિતાનું સંતાન છે. વર્ષ 1991માં તેણે પોતાનાથી દસ વર્ષ નાના ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. જેના માટે તેણે ઈસ્લામ અપનાવવો પડ્યો હતો. જો કે વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ લગ્નથી અમૃતાને બે બાળકો સારા અને ઈબ્રાહિમ છે. સારા પણ ફિલ્મી દુનિયામાં પગ મૂકી ચૂકી છે. ફિલ્મ ઈંદુ સરકાર વર્ષ 2017માં રિલીઝ થયેલી મધુર ભંડારકરની ફિલ્મ ઈંદુ સરકાર કે જે ઈમરજન્સી પર બનેલી ફિલ્મ હતી તેમાં રુખસાના સુલ્તાનાના કેરેક્ટરને વિસ્તારથી દર્શાવવામાં આવ્યુ છે. પડદા પર રુખસાના સુલ્તાનાનો રોલ અભિનેત્રી રશ્મિ ઝાએ પ્લે કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
