ચીને ડોકલામ પાસે વસાવ્યા 4 ગામ, પીએમ હવે ચુપ નહી રહી શકે: કોંગ્રેસ
ડોકલામ પાસે ભારતની જમીન પર કબજો જમાવતા ચીને ત્રણ ગામ વસાવી લીધા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ગુરુવારે આ વાત કહી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે ચીન સરહદ પર મોદી સરકાર નિર્લજ્જતાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે અક્ષમ્
ડોકલામ પાસે ભારતની જમીન પર કબજો જમાવતા ચીને ત્રણ ગામ વસાવી લીધા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ગુરુવારે આ વાત કહી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે ચીન સરહદ પર મોદી સરકાર નિર્લજ્જતાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે અક્ષમ્ય સમાધાન કરી રહી છે. કોંગ્રેસે કહ્યું છે કે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મૌન ચિંતાજનક છે.

કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "ચીને ડોકલામ પાસે ચાર ગામો બનાવી દીધા છે અને લગભગ 100 ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી લીધો છે, તેમ છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મૌન છે." સરકાર અને પીએમ હવે આ વિશે છુપાવી શકશે નહીં. આ અંગે તેઓએ જવાબ આપવો પડશે.
તસવીરો અંગે સરકાર પાસેથી માંગવામાં આવ્યો જવાબ
કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે જે નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચીને ભૂતકાળમાં ભૂતાનના વિસ્તારમાં અનેક ચીની ગામડાઓ બનાવ્યા છે. લગભગ 100 કિમી (25,000 એકર)માં કેટલાય ગામો દેખાય છે. આ બધું મે 2020 પછી થયું.
તેમણે કહ્યું કે ભારત અને ચીન 2017માં ડોકલામમાં પણ સામસામે આવી ગયા હતા. હવે ચીને ત્યાં ગામડાં બનાવ્યાં છે. આ નવું બાંધકામ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે. આનાથી સરહદ પર આપણા સૈનિકો માટે મુશ્કેલી પડશે.
સેટેલાઇટ ફોટા બાદ સવાલો ઉભા થયા છે
ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ ડેટ્રેસ્ફાએ લેટેસ્ટ સેટેલાઇટ તસવીરો શેર કરીને કહ્યું છે કે ચીને ડોકલામ નજીક ભૂટાન સાથેના તેના વિવાદિત વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષમાં ભારે બાંધકામ કર્યું છે. આ બાંધકામ 100 કિમીના વિસ્તારમાં છે. એવું કહેવામાં આવે છે કે ચીને ત્રણ-ચાર ગામો બનાવ્યા છે અને અહીં મોટા પાયે સૈનિકો પણ તૈનાત કર્યા છે. આ આખો વિસ્તાર સિલિગુડી કોરિડોર પાસે સ્થિત છે જેને ચિકન નેક ઓફ ઈન્ડિયા કહેવાય છે. આવી સ્થિતિમાં, ભારત ચોક્કસપણે તેના વિશે ચિંતિત હશે.
Disputed land between #Bhutan & #China near Doklam shows construction activity between 2020-21, multiple new villages spread through an area roughly 100 km² now dot the landscape, is this part of a new agreement or enforcement of #China's territorial claims ? pic.twitter.com/9m1n5zCAt4
— d-atis☠️ (@detresfa_) November 17, 2021
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
