કલ્ચરલ વર્કિગ કમિટિની 4 દિવસીય બેઠક સમાપ્ત, CM યોગીએ બ્રિઝિલના મંત્રીને સોંપી અધ્યક્ષતા
G20 કલ્ચરલ વર્કિગ કમિટિની 4 દિવસીય બેઠકનું શનિવારના રોજ સમાપન કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હસ્તકળા સંકૂલ મોટા લાલપુરમાં આયોજીત બેઠકના અંતિમ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સુર વસુધામાં હાજર છે.
આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બ્રાઝિલને G20 ઓર્કેસ્ટ્રા બેટન પણ સોંપ્યું હતું. બ્રાઝિલ આગામી G-20 બેઠકનું નેતૃત્વ સંભાળશે. CM યોગીએ G-20 કલ્ચર વર્કિંગ ગ્રૂપના મહેમાનોના સન્માનમાં આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી, જેના માટે તેઓ શનિવારની સાંજે વારાણસી પહોંચ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગીએ કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાળ અને મીનાક્ષી લેખીની હાજરીમાં આગામી જી-20 બેઠકનું અધ્યક્ષપદ બ્રાઝિલના સંસ્કૃતિ મંત્રીના પ્રતિનિધિને સોંપ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સુર વસુધાના સંગીતકારને અંગવસ્ત્રમ અને માળાથી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં ભારતની પ્રાચીન પરંપરા વસુધૈવ કુટુંબકમની વિભાવના પર ભાર મૂકતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યની વિભાવના પર કાર્યક્રમો યોજીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ સુર વસુધામાં માત્ર G20 દેશોના પ્રતિનિધિઓ જ નહીં, પરંતુ આઠ આમંત્રિત દેશો (બાંગ્લાદેશ, મોરેશિયસ, નેધરલેન્ડ, ઓમાન, સિંગાપોર, સ્પેન, નાઈજીરિયા અને UAE) તેમજ છ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કલાકારો પણ સામેલ થયા હતા.
નોંધનીય છે કે, આ કાર્યક્રમ અગાઉ સાઉદી અરેબિયા, ઈટાલી અને ઈન્ડોનેશિયામાં યોજાઈ ચૂક્યો છે. ભારતને પ્રથમ વખત તેની અધ્યક્ષતા કરવાની તક મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
