Earthquake: મણિપુરમાં ભૂકંપથી હલી ધરતી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 માપવામાં આવી

પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

નવી દિલ્લીઃ પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ મણિપુરના ઉખરુલમાં શુક્રવારે સવારે 5 વાગીને 56 મિનિટે ભૂકંપ આવ્યો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.5 માપવામાં આવી છે. હાલમાં અત્યાર સુધી ક્યાંયથી પણ જાનમાલના નુકશાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 18 જૂને મણિપુરમાં 1 વાગીને 6 મિનિટે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. વળી, ગયા સોમવારે દિલ્લી-એનસીઆરમાં ઘણા વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરતીમાં કંપન થયુ હતુ જેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી.

earthquake

શું હોય છે ભૂકંપ

તમને જણાવી દઈએ કે ભૂકંપ પૃથ્વીની પરતો પરસ્પર ટકરાવાના કારણે નીકળતી એનર્જીના કારણે આવે છે. વાસ્તવમાં ધરતીની નીચે ઘણા પ્રકારની પ્લેટો હોય છે જે સમયે-સમયે વિસ્થાપિત થાય છે. આ પ્લેટ ટેક્ટૉનિક્ક કહેવાય છે. જ્યારે પણ આ પ્લેટો ગતિશીલ થાય ત્યારે પરસ્પર ટકરાય છે. આ પ્લેટોના ટકરાવાથી જ તરંગો પેદા થાય છે. જેનાથી કંપન થાય છે અને જેને ભૂકંપ કહેવામાં આવે છે.

ભૂકંપ આવે તો શું કરવુ

  • ઘરની અંદર અને બહાર સુરક્ષિત સ્થળોને શોધીને રાખો.
  • જો ભૂકંપ આવે તો તમે સીધા એ સ્થળે જતા રહો.
  • અમુક સુરક્ષિત સ્થળ - મજબૂત ડાઈનિંગ ટેબલ, બેડની નીચે, કોઈ અંદરની દિવાલ સાથે.
  • એ જગ્યાઓથી દૂર રહો જ્યાં બારી, કાચ, ફોટાથી કાચ પડીને તૂટી શકતા હોય અથવા જ્યાં પુસ્તકોથી ભરેલા શેલ્ફ અથવા ભારે ફર્નીચર નીચે પડી શકતુ હોય.
  • ખુલ્લા વિસ્તારમાં બિલ્ડિંગો, વૃક્ષો, ટેલીફોન, વીજળીની લાઈનો, ફ્લાઈઓવરો અને પુલોથી દૂર રહો.
  • ઈમરજન્સી ટેલીફોન નંબરો પોતાના મોબાઈલમાં સેવ કરીને રાખો(જેવા કે ડૉક્ટર, હોસ્પિટલ, પોલિસના નંબર)
  • પરિવારના સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X