ગણતંત્ર દિવસે 1132 કર્મીઓને વીરતા-સેવા પુરસ્કાર, જાણો ક્યાં વિભાગને કેટલા પુરસ્કાર?
ગણતંત્ર દિવસે ભારતીય સેના અને વિવિધ સુરક્ષા દળોમાં વિશેષ વીરતાનું પ્રદર્શન કરનારા જવાનોને સન્માનવાની પરંપરા છે. આ ક્રમમાં આજે 1132 જેટલા વીરતા-સેવા પુરસ્કારોની જાહેરાત કરાઈ છે.
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારણા સેવાઓના કુલ 1132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

ગણતંત્ર દિવસ પર કુલ 277 વીરતા મેડલ આપવામાં આવશે. 277 શૌર્ય ચંદ્રકો મેળવનારાઓમાં 72 પોલીસકર્મીઓ જમ્મુ અને કાશ્મીર પોલીસના, 18 પોલીસકર્મીઓ મહારાષ્ટ્રના, 26 પોલીસકર્મીઓ છત્તીસગઢના, 23 પોલીસકર્મી ઝારખંડના, 15 પોલીસકર્મી ઓડિશાના, 8 પોલીસકર્મીઓ દિલ્હીના, 65 પોલીસકર્મીઓ CRPFના અને 21 પોલીસકર્મીઓ SSBના છે.
આ સિવાય બાકીના કર્મચારીઓમાં અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનો સમાવેશ થાય છે. વિશિષ્ટ સેવા માટે 102 રાષ્ટ્રપતિ મેડલમાંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને એનાયત કરવામાં આવ્યા છે.
મેરીટોરીયસ સર્વિસ માટેના 753 મેડલ્સમાંથી 667 પોલીસ સેવાને, 32 ફાયર સર્વિસને, 27 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને અને 27 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સાથે જ પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હી સહિત NCRમાં પોલીસ સુરક્ષા કડક કરવામાં આવી છે. પોલીસે દિલ્હીના અનેક વિસ્તારોમાં નાકા બંધી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
