શા માટે પીએમ મોદીથી નિતીશ કુમાર લોકોને વધુ ગમ્યા?
બિહાર વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ખુબ મહેનત કરી અને ધુંઆધાર પ્રચાર પ્રસાર પણ કર્યો. તેમ છતા જીત તો મહાગઠબંધનની થઇ. એટલે કે બિહારમાં સીએમ પદ પર બીજા પાંચ વર્ષ માટે નિતીશ કુમાર બિરાજમાન થશે. આ જનતાનો નિર્ણય છે. મહત્વપૂર્ણ છેકે બિહાર વિધાનસભા ચૂંટણી નિતીશ કુમાર વર્સીસ પીએમ મોદી બની ગઇ હતી. આ ચૂંટણી બંને દિગ્ગજો માટે પ્રતિષ્ઠાની જંગ હતી. ખેર, નિતીશ કુમાર પીએમ નરેન્દ્ર મોદીનો વિજય રથ રોકવામાં સફળ રહ્યાં છે.
આ મુકાબલામાં બાજી નિતીશ કુમાર મારી ગયા. બિહારની જનતાએ તેમને જ મત આપ્યો જેઓ પાછલા 10 વર્ષથી તેમની સાથે ઉભા હતા. જી હા, સીએમ નિતીશ કુમાર સતત ત્રીજી વખત બિહારના સીએમ બનશે.
આખરે નિતીશ કુમારમાં એવુ શું ખાસ છેકે જેથી જનતાએ પીએમની જગ્યાએ સીએમને જ આગામી પાંચ વર્ષ માટે પોતાના સીએમ તરીકે યથાવત રાખ્યા. એક નજર કરીએ તે ખાસ 10 કારણો પર કે જેથી સીએમ નિતીશ કુમાર બિહારના કીંગ સાબિત થયા. અને પીએમ મોદીની ચમકનો જાદુ બિહારમાં ના ચાલ્યો.

જનતામાં સુપરહીટ
સીએમ નિતીશ કુમારને ચૂંટણી પહેલા થયેલા બધાં જ સર્વેમાં મોસ્ટ ફેવરીટ સીએમ જણાવવામાં આવ્યા હતા. બિહારમાં કુશાસનની નારેબાજી પણ વોટર્સની વચ્ચે બેઅસર રહી.

જનતાએ બદલ્યો નિર્ણય
લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં જનતાની પસંદ અલગ અલગ હોય છે. જેની શરૂઆત દિલ્હીથી થઇ હતી જ્યારે અરવિંદ કેજરીવાલના પક્ષને બહુમત મળ્યો હતો.

સારા કમ્યુનિકેટર
એક ઉમેદવાર તરીકે નિતીશ કુમાર અન્ય પાર્ટીઓના ઉમેદવારોની સરખામણીમાં જનતા સાથે સારો સંવાદ સ્થાપિત કરી શક્યા છે. આ વાત જનતાને ઘણી ગમી.

મુસ્લિમ વોટ અને નિતીશ કુમાર
બિહારમાં મુસ્લિમ વોટર્સ અને ભાજપની વચ્ચે વિશ્વાસ ઓછો છે. બિહારમાં 15 ટકા મુસ્લિમ વોટર્સ છે. આ વોટબેંક હંમેશાથી ભાજપ માટે મોટો પડકાર હતી. આ વાત નિતીશ કુમાર માટે પ્લસ પોઇન્ટ સાબિત થઇ.

દાળના ભાવ
જે રીતે દેશમાં દાળના ભાવ વધ્યા છે, એક મોટો મતદાર વર્ગ ભાજપથી દૂર થઇ ગયો. ભાજપ અને કેન્દ્ર સરકારને વધતા ભાવોને કાબુમાં કરવામાં કોઇ મોટી સફળતા હાંસલ ન થઇ.

ઔવેસી ફેક્ટર
બિહારમાં અકબરૂદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ચૂંટણીમાં જંપ લાવ્યુ. ઔવેસીએ ચૂંટણીમાં જંપ લાવ્યુ તે વાતને ભાજપનો દાવ બતાવવામાં આવ્યો. ઔવેસી ભાજપના મતોને કાપનાર સાબિત થયા જેનો સીધો ફાયદો મહાગઠબંધનને થયો.

કોંગ્રેસ અને ભાજપ
બિહારમાં કોંગ્રેસ નિતીશ કુમારની સાથે આવી ગઇ. સાથે જ લાલુ પ્રસાદ યાદવે પણ એલાન કર્યું કે જો ચૂંટણી જીતશે તો મુખ્યપ્રધાન નિતીશ કુમાર જ બનશે. કોંગ્રેસનું નુકસાન ભાજપનો ફાયદો ક્યારેય નથી બન્યો.

સ્થાનિક નેતા નિતીશ
નિતીશ કુમાર બિહારની રાજનિતીના સ્થાનિક નેતા છે. ભાજપે છેક છેલ્લે સુધી પોતાના નેતા ઘોષિત નહોતા કર્યા. જનતાને ખબર જ ન હતી કે આખરે ભાજપ જીતશે તો કોણ સીએમ બનશે. અને એટલે જ લોકોએ પોતાના 10 વર્ષ જૂના નેતાને જ સીએમ તરીકે પસંદ કર્યા.

વી.કે.સિંહ જેવા નેતાના નિવેદનો
વી.કે.સિંહ જેવા નેતાઓએ દાદરીકાંડને લઇને જે બેજવાબદાર નિવેદનો આપ્યા તેને લઇને ભાજપને ઘણું નુકસાન થયુ.

હેલીકોપ્ટર વિનાના સીએમ
નિતીશ કુમારે ભાજપના નેતાઓના હેલીકોપ્ટર પ્રચારની જગ્યાએ ઘરે ઘરે જઇને વોટ માંગ્યા. જેથી નિતીશ કુમારની સાદગી અને વોટર્સ વચ્ચે એક વિશ્વાસ બન્યો અને તેનો ફાયદો તેમને થયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
