રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાની માંગ કરનારા વકિલને સુપ્રીમ કોર્ટનો સણસણતો તમાચો, 1 લાખનો દંડ ફટકારી રવાના કર્યો

રાહુલ ગાંધી પર ચાલી રહેલા મોદી સરનેમ વિવાદ કેસમાં તેમને રાહત મળી છે. જો કે આ મામલો અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો રહે છે. હવે ફરીથી ચર્ચામાં છે.

આ કેસમાં અશોક પાંડે નામના વકીલે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ પુનઃસ્થાપિત કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. કોર્ટે તેની અરજી ફગાવી અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Supreme Court

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા બાદ સુરત કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આ સજાને હાઈકોર્ટમાં પડકારી પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત ન મળી.

ત્યારબાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને સજા પર રોક લગાવી દેવાઈ. સજા પર સ્ટે મુકાયા બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ પછી એક વકીલે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી અને અરજદાર વકીલ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે . આ અરજી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આ કેસમાં અરજદારના કોઈપણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X