જેલમાં હાર્દિકને પૂછાય છે તેની ગર્લફ્રેન્ડનું નામ અને લગ્નની તારીખ!

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તેવો હાર્દિક પટેલ ભલે હાલ તો જેલની હવા ખાઇ રહ્યો હોય પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે અન્ય કોઇ વાત હોય કોઇને કોઇ રીતે તેનું નામ સમાચારોની હેડલાઇનમાં આવીને જ રહેતું હોય છે. ત્યારે હાલમાં જ હાર્દિક પટેલના વકીલ યશવંત વાલાએ હાર્દિક પટેલ વિષે કંઇક તેવું કહ્યું કે ફરી તે સમાચારોમાં છવાઇ ગયા.

hardik

હાર્દિકના વકીલ યશવંત વાલાએ કહ્યું કે ગુજરાત પોલિસ હાર્દિકથી અજીબો ગરીબ સવાલો પૂછીને તેને હેરાન કરી રહી છે. સૂરતની લાજપુર જેલમાં બંધ તેવા હાર્દિકને પોલિસ તેની પર્સનલ લાઇફ વિષે પ્રશ્ન કરી રહી છે. વકીલનું કહેવું છે કે પોલિસ હાર્દિકને તેની ગર્લફ્રેન્ડ વિષે પૂછે છે. તેને રોજ પૂછવામાં આવે છે શું તારે ગર્લફ્રેન્ડ છે? તમે ક્યારે લગ્ન કરશો? અમદાવાદની મહારેલીમાં કેવી રીતે વિવાદ વકર્યો હતો વગેરે વગેરે.

એટલું જ નહીં હાર્દિક પટેલના વકીલ આ અંગે એક અરજી પણ દાખલ કરી છે અને તેમાં કહ્યું છે કે હાર્દિક પટેલને આરક્ષણ આંદોલનના કારણે અરેસ્ટ કરવામાં આવ્યો છે. તેવામાં તેને આવા પર્સનલ સવાલો કેમ પૂછાઇ રહ્યા છે.

જો કે બીજી તરફ પોલિસે વકીલના આ તમામ આરોપે પોકળ ગણાવીને ફગાવી દીધા છે. તેમણે કહ્યું છે કે હાર્દિક પટેલ પાસે 84 કરોડની મિલકત છે અને તે છોકરીઓ જોડે પાર્ટી કરવાનો ખાસ શોખ ધરાવે છે. આજ કારણે તેને આવા સવાલ કરવામાં આવ્યા હતા. પણ વકીલે તેને અલગ જ સ્વરૂપમાં રજૂ કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X