Gujarat Budget 2025: પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ
Gujarat Budget 2025: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. જેમાં બજેટમાં પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં ઘણી જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે. જે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિઘ પાણી પુરવઠા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે.
આદિવાસી વિસ્તારના ડાંગ જીલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જીલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, ઢાંકીથી નાવડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત; ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત ₹૧૨૦૦ કરોડના કામોનું આયોજન.
અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જીલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી બલ્ક પાઇપલાઇનના અંદાજીત કિંમત ₹૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.

જુનાગઢ જીલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજીત રકમ ₹૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.
ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનીટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનીટરીંગ કરવા માટે કુલ ૨૨૬૩ સ્માર્ટ વોટર ફ્લોમીટર અને ૫૦૦ ઓનલાઇન કવોલીટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ.
આદિજાતિ વિસ્તારના ૧૪ જીલ્લાના ૫૩ તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ₹૬૩ કરોડની જોગવાઇ.
પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૦ નવીન લેબોરેટરીઓની સ્થાપના તથા હાલની લેબોરેટરીઓ માટે ₹૧૬ કરોડની જોગવાઇ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
