Western Railway: Indigoની ફ્લાઈટની રદ થતા રેલવેનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન
Western Railway: અમદાવાદ-દિલ્હી કોરિડોર પર મુસાફરોની અવરજવર જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા 'ટ્રેન ઑન ડિમાન્ડ' (TOD) સ્પેશિયલ ટ્રેન નંબર 09497/09498ની જાહેરાત. મહેતાપુરા ફાટક સમારકામને કારણે 8 અને 9 ડિસેમ્બરે બંધ રહેશે.

તાજેતરમાં ઇન્ડિગો (IndiGo)ની અનેક ફ્લાઇટ્સ રદ થવાને કારણે અમદાવાદ-દિલ્હી કોરિડોર પર મુસાફરોની અવરજવર પર અસર પડી છે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને દિલ્હી જંક્શન વચ્ચે વિશેષ 'ટ્રેન ઑન ડિમાન્ડ' (TOD) સ્પેશિયલ ટ્રેન નંબર 09497/09498 ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન મુસાફરોને વિશ્વસનીય અને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડશે.
ટ્રેન સંખ્યા 09497/09498 સાબરમતી-દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ફેરા)
ટ્રેન નંબર | રૂટ | પ્રસ્થાનની તારીખ | પ્રસ્થાન સમય | આગમન સમય (બીજા દિવસે)
09497 | સાબરમતી - દિલ્હી | 7 અને 9 ડિસેમ્બર 2025 | રાત્રે 22:55 વાગ્યે | બપોરે 15:15 વાગ્યે
09498 | દિલ્હી - સાબરમતી | 8 અને 10 ડિસેમ્બર 2025 | રાત્રે 21:00 વાગ્યે | બપોરે 12:20 વાગ્યે
રોકાણ: રસ્તામાં આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે.
રચના: આ ટ્રેનમાં AC 3-ટાયર ક્લાસના કોચ હશે.
મુસાફરીનો સમય: આ ટ્રેન કુલ 925 કિલોમીટરનું અંતર કાપશે. સાબરમતી-દિલ્હીનો મુસાફરી સમય અંદાજે 16.20 કલાક અને દિલ્હી-સાબરમતીનો મુસાફરી સમય 15.20 કલાકનો છે.
ટ્રેન સંખ્યા 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
મહેતાપુરા ફાટક બંધ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના હિંમતનગર-ખેડબ્રહ્મા સેકશનમાં સમારકામ અને જાળવણી કાર્ય માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.
- સ્થળ: રેલવે ક્રોસિંગ નં. 86A મહેતાપુરા ફાટક (કિ.મી. 6/1-2) - હિંમતનગર અને ઈડર વચ્ચે.
- બંધ સમયગાળો: 8 ડિસેમ્બર 2025ના રોજ સવારે 09:00 વાગ્યાથી 9 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 21:00 વાગ્યા સુધી.
- વૈકલ્પિક માર્ગ: આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકર્તાઓ હિંમતનગર-ઈડર બાયપાસ અને મહેતાપુરા RTO રોડનો ઉપયોગ કરી શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
