Western Railway: ભાવનગર-બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે 25 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ભાવનગર મંડળના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે ચાલતી ભાવનગર-બાન્દ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (Bhavnagar-Bandra weekly special train) ના ફેરાનો વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ, જેને અગાઉ 15 ઓગસ્ટ, 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, હવે તેને 26 ડિસેમ્બર, 2025 સુધી વધારી દેવામાં આવી છે.

ભાવનગર-બાન્દ્રા સ્પેશિયલ ટ્રેન
Railway News: આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસ સ્ટેશનથી દર શુક્રવારે સવારે 09.30 કલાકે પ્રસ્થાન કરે છે અને તે જ દિવસે રાત્રે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે. તે જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ, જેને અગાઉ 14 ઓગસ્ટ, 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે તેને 25 ડિસેમ્બર, 2025 સુધી વધારી દેવામાં આવી છે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે બપોરે 14.50 કલાકે પ્રસ્થાન કરે છે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચે છે.
ટ્રેનની ટિકિટોનું બૂકિંગ આજથી શરૂ થશે
ટ્રેન નંબર 09208/09207 ની બુકિંગ આજે એટલે કે 20 ઓગસ્ટ, 2025 (બુધવાર)થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
