Gujarat Weather: ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

જાણો આજે કયાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને ગાંધીનગર, અમદાવાદમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ, ખેડા, આણંદમાં છૂટો છવાયો વરસાદ રહેશે અને મહેસાણા , મહિસાગર, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દક્ષિણ ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી
સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ-નર્મદા સહિતમાં સામન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, મોરબીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ 49.96 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ઝોન વાઈઝ જોઈએ તો, કચ્છમાં 58.44, ઉત્તર ગુજરાતમાં 45.92, મધ્ય પૂર્વમાં 48.03, સૌરાષ્ટ્રમાં 49.19, દક્ષિણ ગુજરાતમાં 53.63 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
