સમયસર SIR ફોર્મ ન ભરાયા તો શું? જાણો શું કહ્યું ઈલેક્શન કમિશને?
મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમની 4 ડિસેમ્બરની અંતિમ તારીખ નજીક છે. સમયસર ફોર્મ ન ભરાય તો નામ રદ થવાની ચિંતા અનેક નાગરિકોને સતાવે છે. જો કે, ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરી છે: ગભરાવાની કે દંડ ભરવાની જરૂર નથી. મતદારોને જાન્યુઆરી 2026 સુધીના 'દાવા અને વાંધા' (Claims and Objections) સમયગાળા દરમિયાન નામ ઉમેરાવવાની બીજી તક મળશે.

લાખો મતદારોએ હજુ SIR ફોર્મ ભર્યા નથી. પંચે સ્પષ્ટ કર્યું કે 4 ડિસેમ્બરની સમયમર્યાદા માત્ર એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. જો વ્યક્તિ કે બૂથ લેવલ ઓફિસર (BLO) આ સમયમાં ફોર્મ સબમિટ ન કરી શકે, તો કોઈ કાનૂની કાર્યવાહી કે આર્થિક દંડ લાગુ પડશે નહીં. ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું કે આ પ્રક્રિયા હજી સમાપ્ત થઈ નથી.
9 ડિસેમ્બરે ચૂંટણી પંચ 'ડ્રાફ્ટ મતદાર યાદી' જાહેર કરશે. નાગરિકોએ સૌ પ્રથમ આ યાદીમાં પોતાનું નામ ચકાસવું જોઈએ. જો નામ હોય તો કોઈ ચિંતા નથી; પરંતુ નામ ન મળે તો ગભરાશો નહીં. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ જાન્યુઆરી 2026 સુધી 'દાવા અને વાંધા' સ્વીકારાશે. આ સમય દરમિયાન તમે તમારી વિગતો ફરીથી સબમિટ કરી શકશો.
જો તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય, તો ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અથવા 'Voter Helpline App' દ્વારા તમે ફોર્મ 6 ભરી શકો છો. આ ફોર્મ ખાસ કરીને નવા મતદારો કે જેમનું નામ અગાઉની પ્રક્રિયામાં છૂટી ગયું હોય તેમના માટે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને સરળ છે.
જૂના મતદારો જેમનું નામ અગાઉ હતું પણ SIR દરમિયાન સંપર્ક ન થયો, તેમને ચૂંટણી નોંધણી અધિકારી (ERO) નોટિસ મોકલી શકે છે. નોટિસ મળ્યે, સંબંધિત અધિકારી સમક્ષ હાજર રહી યોગ્યતા તથા રહેઠાણના પુરાવા રજૂ કરવા પડશે. જો તમે 9 ડિસેમ્બર પછી પણ સુનાવણીમાં ગેરહાજર રહો કે યોગ્યતા સાબિત ન કરી શકો, તો જ તમારું નામ 'અંતિમ મતદાર યાદી' (Final Roll) માંથી કમી થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
