મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: જાપાનના રાજદૂત સાથે CM ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે શરૂ થયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રારંભિક દિવસે ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
કોન્ફરન્સના પહેલા જ દિવસે જાપાનના રાજદૂત ઓનો કેઈચીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક ઉષ્માભરી વન-ટુ-વન બેઠક યોજી હતી, જેમાં ગુજરાતમાં રોકાણ અને સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ આવૃત્તિથી જ જાપાને ગુજરાતના વિકાસમાં સહયોગ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, રિજનલ કોન્ફરન્સમાં પણ જાપાનની હાજરી ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે.
જાપાનના રાજદૂત ઓનો કેઈચીએ ગુજરાતમાં કાર્યરત જાપાનીઝ ઉદ્યોગોને રાજ્ય સરકાર તરફથી મળી રહેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં મુખ્યત્વે સેમિકન્ડક્ટર, ઓટોમોટીવ, અદ્યતન ટેકનોલોજી (કટિંગ એજ ટેકનોલોજી) અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત બંને દેશો વચ્ચેના પીપલ-ટુ-પીપલ કનેક્ટને વધુ સુદૃઢ કરવાની પણ સરાહના કરવામાં આવી.
મુખ્યમંત્રીએ જાપાનીઝ કંપનીઓ ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમથી આકર્ષિત થઈને તેમના પ્લાન્ટ સ્થાપવા આગળ આવી રહી છે તે માટે તેમનો આભાર માન્યો અને તેમને વધુ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
જાપાનના રાજદૂતે ધોલેરામાં સેમીકોન ઇન્ડસ્ટ્રી સહિતના ઉદ્યોગો માટે જરૂરી સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (હોસ્પિટલ, સ્કૂલ, લોજિસ્ટિક્સ) ઝડપથી કાર્યરત થાય તે અંગે ચર્ચા કરી હતી.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી કે હોસ્પિટલ, સ્કૂલ, લોજિસ્ટિક્સ અને પાવર પ્રોજેક્ટ્સ સહિતનું જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે.
સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રે જાપાનના રાજદૂતે માહિતી આપી કે JICAના સહયોગથી ગુજરાત સેમિકન્ડક્ટર મિશન હેઠળ તાલીમની વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે, જેથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ માનવબળ મળી રહે.
મુખ્યમંત્રીએ પણ આ પહેલની સરાહના કરી અને અન્ય ઉદ્યોગો તથા PDEU દ્વારા આવી સ્કીલ ડેવલપમેન્ટ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીએ જાપાનીઝ ઉદ્યોગોને જમીન ફાળવણીની પ્રક્રિયા રાજ્ય સરકારે ઝડપી બનાવી હોવાની પણ ખાતરી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
