વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે CM એ કરી બેઠક
Vibrant Gujarat Global Summit 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવાર, 6 ઓક્ટોબર સવારે પ્રારંભ કર્યો છે.
આ વન-ટુ-વન મુલાકાત બેઠકની શરૂઆતમાં સૌપ્રથમ સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી. જે. કીમ મુખ્યમંત્રીને મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ચોથી સૌથી મોટી એલઇડી ઉત્પાદક તરીકે સિઓલ સેમિકન્ડક્ટરે નામના મેળવેલી છે.

સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે, તેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. માઇક્રોન જેવી સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વખ્યાત કંપનીએ તાજેતરમાં સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે, તેની પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ હતી.
આ સંદર્ભમાં સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ડી. જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલીસી 2022-27 અન્વયેના પ્રોત્સાહનોની પણ વિસ્તૃત સમજ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિઓલ સેમિકન્ડક્ટરના કન્ટ્રી હેડ ને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
