VGGS 2024 : ઝાયડસ, નાયરા એનર્જી, વેલસ્પનની ગુજરાતમાં રોકાણ કરવા યોજના
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંતિમ દિવસે ઘણા બિઝનેસ ગ્રુપોએ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની તેમની યોજનાઓની જાહેરાત કરી છે.
આ લિસ્ટમાં ઝાયડસ, નાયરા એનર્જી, વેલસ્પન, સિસ્કો અને NAMTECH જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ગુજરાકમાં રોકાણ કરવા જઈ રહી છે.

ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં 5,000 કરોડનું રોકાણ કરવાનો કંપનીનો ઈરાદો જાહેર કર્યો. આ રોકાણમાં બાયોટેક્નોલોજી ઉત્પાદનો, નવા તબીબી ઉપકરણોની પહેલ અને હેલ્થકેર સેક્ટરમાં હોસ્પિટલોના વિકાસનો સમાવેશ થશે.
નાયરા એનર્જીએ તેની વાડીનાર રિફાઇનરીના વિસ્તરણ અને દેશભરમાં તેના રિટેલ નેટવર્કમાં 50 ટકા વૃદ્ધિ માટેની યોજનાઓ પણ જાહેર કરી છે. એક પ્લાન્ટમાં 800 મિલિયન ડોલરનું રોકાણ આગામી મહિનાઓમાં કાર્યરત થવાની તૈયારીમાં છે.
વેલસ્પન ગ્રૂપના ચેરમેન બાલક્રિશન ગોએન્કાએ આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 40,000 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ નોંધપાત્ર રોકાણ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના સાહસો સહિત વિવિધ પ્રોજેક્ટમાં થશે.
આ સિવાય ટેક્નોલોજી કંપની CISCO અને NAMTECH એ આગામી પાંચ વર્ષમાં 5,000 થી વધુ એન્જિનિયરો અને ટેકનિશિયનનો સમાવેશ કરતી ટેલેન્ટ પાઇપલાઇન સ્થાપિત કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
ભાગીદારીનો ઉદ્દેશ્ય ઉત્પાદન ઉદ્યોગ માટે સાયબર સુરક્ષા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં તાલીમ આપવાનો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
