Vallabhbhai Vaghasiya death : પૂર્વ કૃષિ મંત્રીનું રોડ અકસ્માતમાં મોત, કાર સાથે અથડાયું બુલડોઝર
Vallabhbhai Vaghasiya death : રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને અમરેલી જિલ્લાના એક સિનિયર્સ ભાજપ નેતા વલ્લભ વઘાસિયાનું નિધન થયું છે. રોડ અકસ્માતના કારણે તેમનું મોત થયું હતું.
વલ્લભ વઘાસિયા પોતાની કાર લઇને અમરેલિના સાવકુંડલાની પાસે બુલડોઝર સાથે અથડાઇ હતી.

બુલડોઝર સાથે અથડાઈ હતી કાર - આ ઘટનાની મળતી માહિતી મુજબ, વલ્લભ વઘાસિયા ગામથી સાવરકુંડલા પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે લગભગ 8.30 કલાકે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની સાથે કારમાં અન્ય એક વ્યક્તિ બેઠો હતો. જેમાં તેમને ઈજા પણ થઈ છે. વઘાસિયા કાર ચલાવી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની કાર બુલડોઝર સાથે અથડાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વર્ષ 2016માં કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી બન્યા - વલ્લભ વઘાસિયાને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સાવરકુંડલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ સાવરકુંડલા વિધાનસભા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
વઘાસિયા 2012ની વિધાનસભા ચૂંટણીમાં સાવરકુંડલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને2016માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના પ્રથમ કાર્યકાળમાં કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવા આપી હતી.
ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં મળવા પહોંચ્યા - વલ્લભભાઈ વઘાસિયાના અકસ્માતના સમાચાર મળતા જ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે પહોંચી ગયા હતા. જોકે, તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવ અંગે સાવરકુંડલા પોલીસે ગુનો નોંધી અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
આરએસએસથી જ શરૂ થઈ રાજકીય સફર - વઘાસિયા ખૂબ જ નાની ઉંમરે RSSમાં જોડાઈ ગયા હતા. તેમની રાજકીય સફર ત્યાંથી શરૂ થઈ હતી અને તેમણે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી રહીને સંગઠનમાં અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તેઓ લાંબા સમયથી ભાજપ સંગઠનમાં કાર્યરત હતા. આજે તેમનું અકસ્માતમાં મૃત્યુ થતા સાવરકુંડલા વિસ્તારમાં શોખનો માહોલ જોવા મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
