લીવ ઇન રિલેશનનો કરૂણ અંજામ, યુવાનની ભરી પંચાયતમાં ટોળા દ્વારા હત્યા
કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમતા એક 20 વર્ષી છોકરાને ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ જિલ્લામાં થયેલી આ ઘટનાના મૃતકની ઓળખ 20 વર્ષીય સંજય ભુસરા તરીકે થઈ હતી.
વલસાડ : કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમતા એક 20 વર્ષી છોકરાને ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ જિલ્લામાં થયેલી આ ઘટનાના મૃતકની ઓળખ 20 વર્ષીય સંજય ભુસરા તરીકે થઈ હતી. તાજેતરમાં તેને અસલોનાના દૂરના આદિવાસી ગામની ગ્રામ પંચાયતમાં તેના કથિત "લીવ ઇન રિલેશન" માટે સજા કરવામાં આવી હતી. આ યુવકને એક છોકરી સાથે અફેર હતું અને તેની સાથે તેણે લગ્ન કરવાની ના પાડી હતી. આ જ મુદ્દે પંચાયતના પંચો સહિત અનેક લોકો દ્વારા તેમને ત્રાસ આપવામાં આવતો હતો.

સગાઇ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી લિવ ઈન રિલેશનમાં રહેતો હતો યુવક
પોલીસની પ્રાથમિક તપાસમાં સંજય ભુસરાની સગાઈ ત્રણ વર્ષ પહેલા એક યુવતી સાથે થઈ હોવાનું સામે આવ્યું છે. તે છેલ્લા એક વર્ષથી તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહેતો હતો. જો કે, બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો પંચાયત બેસાડી હતી, જ્યાં તેની સાથે ખૂબ મારપીટ કરવામાં આવી હતી. જે કારણે સંજય ભુસરાની તબિયત બગડી હતી. જો કે, આ ઘટના દરમિયાન કેટલાક લોકોએ તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હુમલાખોરો છોકરાને મારતા રહ્યા હતા.

7 લોકોની ધરપકડ
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ગ્રામજનોનું એક ટોળું છોકરાને માર મારતું જોઈ શકાય છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, છોકરો ખાડામાં પડે છે અને હુમલાખોરો હજૂ પણ તેને છોડતા નથી. આ માર મારતા તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તપાસ શરૂ કરતાં પોલીસ દ્વારા છોકરાની હત્યા માટે લક્ષ્મણ ગવલી, ઉત્તમ ગવલી, છગન ગવલી, રમણ ગવલી, સીતાભાઈ ગવલી, સુનીલ ગવલી અને મેહદુ ગવલીની ધરપકડ કરવામાં આવી છે.
યુવતીના પિતા પર પણ સવાલો
પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાની હત્યાની ફરિયાદ તેના પિતા આનંદ ભુસરાએ નોંધાવી હતી. બીજી તરફ તેની સાથે લીવ ઈન રિલેશનમાં રહેલા યુવતીના પિતાનું કહેવું છે કે, તેણે દીકરી સાથે છેતરપિંડી કરી છે. યુવતીના પિતા લક્ષ્મણે બંનેના મામલામાં દરમિયાનગીરી કરવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. આવી સ્થિતિમાં યુવતીના પિતા પર પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
