ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો, 7 જિલ્લામાં યલો એલર્ટ જારી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 એપ્રિલે વાતાવરણ સૂકું રહેશે. જોકે, 2 એપ્રિલથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખાસ કરીને ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી સાત જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા સમયે ઝાડ નીચે ન ઉભા રહેવા સલાહ આપી છે. આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી શકે છે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો








Click it and Unblock the Notifications
