નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિ સમીક્ષાની બે દિવસની બેઠક ગાંધીનગરમાં મળશે

સમગ્ર ભારતમાં વર્લ્ડ બેંક સહાયિત સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ‘નેશનલ હાઇડ્રોલૉજી પ્રોજેક્ટ’ (NHP) જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ (OWR, RD અને GR) દ્વારા અમલમાં મુકવામાં આવી છે, જેની કામગીરીની પ્રગતિ સમીક્ષા અ

સમગ્ર ભારતમાં વર્લ્ડ બેંક સહાયિત સેન્ટ્રલ સેક્ટર સ્કીમ 'નેશનલ હાઇડ્રોલૉજી પ્રોજેક્ટ' (NHP) જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ (OWR, RD અને GR) દ્વારા અમલમાં મુકવામાં આવી છે, જેની કામગીરીની પ્રગતિ સમીક્ષા અંગે તા. ૩-૪ જૂન, ૨૦૨૨ના રોજ બે દિવસીય બેઠક ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાશે. આ બે દિવસીય બેઠકનો હેતુ અમલીકરણ એજન્સીઓને આગળની કામગીરીઓને ઝડપી બનાવવામાં મદદ કરવાનો છે, જેથી ઝડપભેર લાભો પ્રાપ્ત થઈ શકે.

GIFT CITY
પ્રોજેક્ટના અમલીકરણની પ્રગતિની સમીક્ષા કરવા અને આગળ વધવા જરૂરી સહકાર અને માર્ગદર્શન આપવા માટે દેશમાં વિવિધ સ્થળોએ નિયમિતપણે મિશનનું આયોજીત થાય છે. આ વર્ષે ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોના અમલીકરણ એજન્સીઓની કામગીરીની સમીક્ષા ગાંધીનગર ખાતે થનાર છે. આ મિશનમાં ૧૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી ૧૬ અમલીકરણ એજન્સીઓ ભાગ લઈ રહી છે. જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ સંરક્ષણ વિભાગ (DOWR, RD અને GR)ની ટીમનું નેતૃત્વ સંયુક્ત સચિવ અને પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી સુબોધ યાદવ (IAS) કરી રહ્યા છે, જ્યારે વિશ્વ બેંકની ટીમનું નેતૃત્વ ડૉ. અંજુ ગૌર કરી રહ્યા છે, જેમાં ગુજરાતમાંથી જળ સંસાધન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. મિશન દરમિયાન પ્રગતિની સમીક્ષા ઉપરાંત, અમલીકરણ એજન્સીઓ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલી કેટલીક અગત્યની કામગીરીઓનું પ્રેઝેન્ટેશન કરશે, જે રાજ્યોને વધુ સારા જળ સંસાધન વ્યવસ્થાપનમાં મદદ કરશે. વિવિધ કામગીરીઓ જેમ કે રીઅલ ટાઇમ હાઇડ્રો મેટ ડેટા એક્વિઝિશન સિસ્ટમની સ્થાપના, સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝિશન સિસ્ટમ, જળ સંસાધનોના આયોજન અને સંચાલન માટે નિર્ણય સહાય પ્રણાલીનો વિકાસ વગેરે, આ બધી પ્રવૃત્તિઓ વિવિધ વિભાગોને વ્યવસ્થાપન, શ્રેષ્ઠ જળ સંસાધન આયોજન અને રોકાણમાંથી મહત્તમ લાભ મેળવવા માટે જરૂરી નિર્ણય લેવામાં મદદ કરશે.

યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જળ સંસાધન માહિતીની ગુણવત્તા અને સુલભતામાં સુધારો અને ભારતમાં લક્ષ્યાંકિત જળ સંસાધન વ્યવસાયિકો અને વ્યવસ્થાપન સંસ્થાઓની ક્ષમતાને વધુ મજબૂત કરવાનો છે. નેશનલ હાઈડ્રોલોજી પ્રોજેક્ટન એ વર્લ્ડ બેંક પુરસ્કૃત તેમજ ૧૦૦% કેન્દ્ર સરકાર સહાયિત પ્રોજેક્ટ છે. ૮ વર્ષના સમયગાળામાં (૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ સુધી) આ પ્રોજેક્ટને દેશના વિવિધ રાજ્યોની ૪૮ અમલીકરણ એજન્સીઓ દ્વારા આગળ વધારવામાં આવી રહ્યો છે, જેમાં ગુજરાતનું જળ સંસાધન વિભાગ પણ આ પ્રોજેક્ટમાં અમલીકરણ કરતી એજન્સીઓમાંની એક છે.

નિર્ધારિત ઉદ્દેશ્યને અનુરૂપ, દેશમાં સમગ્ર જળ સંસાધન ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે સઘન પ્રયાસ આ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યા છે. અનુભવોને આધારે નિર્ણય લેવાની વર્તમાન પ્રણાલીના બદલે, જળચક્રના દરેક ઘટક પર આધુનિક વિશ્લેષણાત્મક સાધનો અને સ્વ-સંચાલિત સેન્સર્સના રીઅલ-ટાઇમ અને નીયર રીઅલ-ટાઇમ ડેટા પર આધાર રાખીને, માહિતગાર નિર્ણય લેવા માટે સુધારેલ જળ વ્યવસ્થાપનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યોગ્ય ક્ષમતા નિર્માણ થાય અને પ્રોજેક્ટની અમલીકરણ એજન્સીઓમાં માલિકીની ભાવના પ્રવર્તે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગથી પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X