ગુજરાતને વિશ્વની હરોળમાં મૂકવા રાજ્ય સરકાર અને બીજેપી પ્રયત્નશીલ રહેશે-ભુપેન્દ્ર પટેલ

ગુજરાતમાં ધમાકેદાર જીત બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારો સાથે વાત કરી હતી.

ગુજરાતમાં ધમાકેદાર જીત બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકારો સાથે વાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ૧૫મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓની પક્ષના નેતાની વરણી કરવા માટે એક બેઠક મળી હતી. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વિકાસની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદની નીતિ ઉપર રાજ્યની જનતા જનાર્દને મંજુરીની મહોર મારી છે. આગામી સમયમાં રાજ્ય સરકારની રચના બાદ ગુજરાત રાજ્યને વિશ્વની હરોળમાં વધુ તેજ ગતિથી મૂકવા માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે.

hupendra Patel

ભૂપેન્દ્ર પટેલે પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું કે, ગુજરાતની જનતાએ છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે જનતા જનાર્દનનો ભરોસો તૂટે નહીં તેની કાળજી રાખી છે અને સાથોસાથ વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ જનતા સમક્ષ રાખેલ સંકલ્પ પત્ર રૂપી દસ્તાવેજમાં જણાવેલ તમામ મુદાઓ રાજ્ય સરકાર માટે અગ્રીમ સ્થાને રહેવાના છે.

ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી. આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીના ડેલીગેશન સાથે મહામહીમ રાજ્યપાલ સમક્ષ સરકારની રચના કરવા માટે દરખાસ્ત મૂકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X