દ્વારકાના હર્ષદમાં શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો, જાણો શા કારણે મંદિરમાંથી મહાદેવને ઉઠાવી ગયો હતો પરિવાર?

શિવરાત્રી પહેલા આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દ્વારાકા જિલ્લામાં આવેલા હર્ષદ ગામમાંથી તસ્કરો શિવલિંગ ચોરી ગયા હતા. સમગ્ર ઘટના મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા.

સમગ્ર મામલની ગંભીરતા જોતા દ્વારકા જિલ્લા એસપી તેમજ પોલીસ વિભાગની ટીમે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ આરોપીની પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે આરોપીઓએ શિવલિંગ કેમ ચોર્યુ તેનો ખુલાસો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા આરોપીઓમાંથી મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ મકવાણાની ભત્રીજીને એક સ્વપ્ન આવ્યુ હતું, આ સ્વપ્ન મુજબ જો તેઓ હર્ષદમાં આવેલા મહાદેવના શિવલિંગને પોતાના ઘરે સ્થાપિત કરશે તો તેમને ખૂબ પ્રગતિ અને ફાયદો થશે.

સ્વપ્ન મુજબ, આરોપી મહેન્દ્ર મકવાણા, જગતસિંહ મકવાણા, મનોજ મકવાણા, વનરાજ મકવાણા અને અન્ય ત્રણ મહિલાઓ હર્ષદ ગામે પહોંચ્યા હતા અને થોડા દિવસ મંદિરમાં રેકી કરી હતી.

harshadmahadevshivling

રેકી કર્યા બાદ શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગને પોતાના વતન હિંમતનગર લઈને આવ્યા હતા અને પોતાના ઘરે સ્થાપિત કર્યું હતું.

સમગ્ર શિવલિંગની ચોરીની પ્રકરણમાં પોલીસ સ્ટાફે ટેક્નિકલ અને હુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સ્વપ્ન મુજબ આરોપીઓ હર્ષદ ગામે પહોંચ્યા હતા અને દરિયા કિનારે આવેલા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના શિવલિંગને તોડીને પોતાના ઘરે લઈને આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X