રાજ્યમાં હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરાવી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હેઠળ(HPCIM)ના પાયલટ પ્રોજેક્ટનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી શરૂઆત કરાવી હતી.

આ મિશન હેઠળ આરોગ્યમંત્રી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દી અને સગાઓ માટે નવનિર્મિત બે હેલ્પ ડેસ્ક અને CSR હેઠળ મળેલ ત્રણ ગોલ્ફ કારને દર્દીઓની સેવામાં સમર્પિત કરી હતી.

Health Minister

દર્દી કેન્દ્રીત આરોગ્ય સારવાર અને સંભાળની સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની ઉપલબ્ધતા હોસ્પિટલમા આવતા દર્દી અને તેમના સગાઓને આ હેલ્પ ડેસ્ક અંતર્ગત કલાક સરળતાથી ઉપલબ્ઘ કરાવવામાં આવશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર અને ઓ.પી.ડી. સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક આ હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવી છે. દર્દી અને તેમના સગાઓની હોસ્પિટલમાં અવર-જવર માટે આ ત્રણેય ગોલ્ફકાર એક સેવાભાવી સંસ્થા દ્વારા સી.એસ.આર. અંતર્ગત હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે આપવામાં આવી છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્યસંસ્થાઓમાં ઉપલબ્ધ સેવા અને સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સગાઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ અને મહત્વની તમામ માહિતી સરળતા અને સત્વરે ઉપલબ્ધ બને તે માટે હેલ્પ ડેસ્ક તેમજ વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી છે.

પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન ગાંધીનગરથી શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટ બાદ રાજ્યની કુલ ૯૩ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.

રાજ્યની ૬ સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, ૮ GMERS મેડિકલ કૉલેજ, ૨૧ જિલ્લા હોસ્પિટલ અને ૫૮ પેટા જિલ્લા હોસ્પિટલ મળીને કુલ 93 જેટલી હોસ્પિટલ અને કૉલેજમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X