ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં લાઉડસ્પિકરના ઉપયોગ સામેની અરજીનો રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ
ગુજરાત હાઈકોર્ટે મસ્જિદોમાં અઝાન પઢવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી પીઆઈએલ પર રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 12 એપ્રિલના રોજ થશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંગળવારના રોજ મસ્જિદોમાં અઝાન પઢવા માટે લાઉડસ્પિકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવાવાળી એક જાહેર હિતની અરજી બાબતે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

જાહેર હિતની અરજીમાં જોડાવાની મંજૂરી
એક્ટિંગ ચીફ જસ્ટિસ એ. જે. દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેચે સોમવારના રોજ બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાનેપીઆઈએલમાં સામેલ થવાની મંજૂરી આપી હતી. કારણ કે, મૂળ અરજદાર ધર્મેન્દ્ર પ્રજાપતિએ ધમકીઓનું કારણ આપીને અરજી પાછીખેંચવાની માંગ કરી હતી.

12 એપ્રિલે થશે આગામી સુનાવણી
શક્તિસિંહ ઝાલાના વકીલે મૂળ અરજદારની ગેરહાજરીમાં તેમને ટ્રાયલમાં હાજર રહેવાની મંજૂરી આપવા કોર્ટને વિનંતી કરી હતી. કોર્ટે 12મીએપ્રિલે સરકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા આ મામલાને લિસ્ટ કર્યો હતો.

લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ
એક પીઆઈએલ એ ગુજરાતની મસ્જિદોમાં 'અઝાન' માટે લાઉડસ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરી છે, અને દાવો કર્યો છે કે, તેઓ અવાજનું પ્રદૂષણ વધારે છે અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
અરજદારે જણાવ્યું હતું કે, તેની પડોશમાં આવેલી મસ્જિદમાં એક મુએઝિન દિવસમાં પાંચ વખત અઝાન પઢવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે, જેનાથી મોટી અસુવિધા થઇ રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
