રાજ્યમાં આંદોલનોની ભરમાર સરકારની નીતિમાં ખોટ દર્શાવે છે-કોંગ્રેસ
કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં નિષ્ફળ રહી છે. પેટ્રોલ - ડીઝલ, અનાજ વગેરેની મોંઘવારી પર સરકારનો અંકુશ સંપૂર્ણ બેકાબુ છે.
કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર ગરીબ અને મધ્યમવર્ગ લક્ષી નીતિઓ બનાવવામાં નિષ્ફળ રહી છે. પેટ્રોલ - ડીઝલ, અનાજ વગેરેની મોંઘવારી પર સરકારનો અંકુશ સંપૂર્ણ બેકાબુ છે. ગુજરાતમાં ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ ભાજપ સરકારે બદલવા પડે છે તેવી પરિસ્થિતિઓમાં પણ મોદી શાસન વખતે જે નવ હજાર કરોડનું દેવુ હતુ આજે તે ત્રણ લાખ છવ્વીસ હજાર કરોડ થઈ ગયું છે. છ હજાર સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ચાલીસ લાખ શિક્ષીત બેરોજગારો છે કે જેઓ પેપરલીક કાંડથી હતાશામાં આવી ગયા છે. ડૉક્ટર, શિક્ષકો, કર્મચારીઓ, મહિલાઓ, પૂર્વ સૈનિકો, ફીક્સ પગાર કર્મચારીઓ, બેરોજગારો સહિત વિવિધ 31 સંગઠનો હાલ સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે, તેનો મતલબ એમ કે સરકારી નીતિમાં કઈક ખોટ છે.

ગુજરાતમાં 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાય છે તેનાથી આગળ વધીને વડોદરા જેવા સંસ્કારી શહેરમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પણ પકડાય છે. સ્માર્ટ સીટીના આપેલા વચનો બે ઈંચ વરસાદમાં સંપૂર્ણ રીતે ધોવાઈ જાય છે.
ગુજરાત કોંગ્રેસ મેનિફેસ્ટ્રો કમીટીના ચેરમેન દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે ભાજપ સરકારને છેલ્લા 27 વર્ષથી ભરોસો કરીને મેન્ડેટ આપ્યો હતો પરંતુ તેમના પુરા ન કરેલા વચનોએ આ ભરોસો તોડી નાખ્યો છે. કેન્દ્રમાં બે કરોડ રોજગારીનું વચન ન નિભાવીને અને ગુજરાતમાં ચાલીસ લાખ બેરોજગારોનો ભરોસો ભાજપ સરકારે તોડ્યો છે. 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કરીને મહિલાઓનો ભરોસો તોડ્યો છે.












Click it and Unblock the Notifications
