Surendranagar News: વ્હાલી દીકરી યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની 1598 દીકરીઓને મળી 17.57 કરોડની સહાય

Surendranagar News: ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી હતી.

વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને વિવિધ તબક્કે કુલ રૂપિયા 110000ની સહાય આપવામાં આવે છે. સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી પાનશેરિયાએ આપ્યો હતો.

Surendranagar News

તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત વર્ષ 2024 દરમિયાન 1598 દીકરીઓને કુલ રૂપિયા 17.57 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મના એક વર્ષમાં અરજી કરવાની હોય છે. દીકરી ધોરણ-1 માં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 4000 મળે છે.

જે બાદ ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 6000 અને દીકરી 18 વર્ષની થાય ત્યારે રૂપિયા 100000 મળી કુલ રૂપિયા 110000ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X