Porbandar: વસંત પંચમીના દિવસે જન્મેલી દિકરીઓને દિકરી વધામણા કીટ અપાઈ
Porbandar: વસંત પંચમીના દિવસે જન્મેલ દિકરીઓને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લેડી હોસ્પિટલ-પોરબંદર તેમજ ચોપાટી કર્લીપુલ ગ્રાઉન્ડ ઝૂપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ડિસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન યોજનાના કર્મચારીઓ દ્વારા દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત દિકરી વધામણા કીટ દીકરીઓના વાલીને આપી હતી.

તેમજ વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ આપવામાં આવ્યું હતું. પરિવારજનોને દિકરા-દિકરી એકસમાનનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યકમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ. જે. સી. ગોહિલ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
