પીએમ મોદી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીમાં સહભાગી થયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી ઉજવણીનો ભવ્ય સમારોહ યોજાયો હતો.

GCMMF

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં હાજર રહેલ ખેડુતો-પશુપાલકોની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરતા આ કાર્યકમમાં વડાપ્રધાનના વરદ્હસ્તે GCMMFના વિવિધ નવીન પ્રકલ્પોનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાને આ પ્રસંગે અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે સંબોધતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ગુજરાતનું સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં 36 લાખ લોકો દૂધ ઉત્પાદનના કામ સાથે જોડાયા છે, તેમાં પણ 11 લાખ તો નારીશક્તિ છે.

તેમણે કહ્યું કે, સહકારી ઢબે દૂધ ઉત્પાદનના આ કાર્યમાં જોડાઈને બહેનો તેમના પરિવારના આર્થિક ઉત્કર્ષનો આધાર બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X