PM નરેન્દ્ર મોદીએ ગુજરાતની 225 ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ
વડાપ્રધાનએ ભરૂચના શુકલતીર્થ ગામના પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી અલ્પેશ સાથે વન-ટુ-વન વર્ચ્યુઅલ સંવાદ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાની લવારપુર ગ્રામ પંચાયત ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત
નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત@2047નો સંકલ્પ પાર પાડવા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સક્ષમ માધ્યમ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મંત્રીઓ, સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ તેમજ વિવિધ પદાધિકારી-અધિકારીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 13 લાખથી વધુ લોકો જોડાયા; 12 લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો
ભારત સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકાર દ્વારા "વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023"નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ 15મી નવેમ્બર - જન જાતિય ગૌરવ દિવસના રોજથી આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા. 09-12-2023 રોજ રાજ્યની 225 ગ્રામ પંચાયતના વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિવિધ જિલ્લાની આ તમામ ગ્રામ પંચાયતો ખાતે "મોદીની ગેરંટી" સાથેના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે વડાપ્રધાનએ સરકારી યોજનાઓથી વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચાડી સેચ્યુરેશન લેવલ પર લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે નમો ડ્રોન દીદી મારફતે 15,000 સખી મંડળોને સહાય આપીને ખેતીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી આધુનિકરણ તરફ પ્રયાણ કરવા તેમજ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ પર ભાર મુકી યુવાનોને સ્વાસ્થ્ય જાળવવા આહવાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત-ભરૂચના શુકલતીર્થ ગામના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી અલ્પેશ નિઝામા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો અને તેમણે મેળવેલી યોજનાકીય સહાય અંગે પૃચ્છા કરી હતી. વડાપ્રધાનએ અલ્પેશને વિકસિત ભારત યાત્રા દરમિયાન જ બીજા પાંચ ગામમાં જઈને અન્ય ખેડૂત મિત્રોને પણ યોજનાકીય લાભ લેવા અનુરોધ કરવા કહ્યું હતું.
લાભાર્થીઓ સાથેનાં સીધા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના લવારપુર ગ્રામ પંચાયત ખાતે વિશાળ જન સમુદાય વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની યાત્રામાં જોડીને વિકસિત ભારત @2047નો સંકલ્પ પાર પાડવા 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સક્ષમ માધ્યમ પૂરવાર થઇ રહી છે. ગુજરાતભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત પ્રતિસાદ મળી રહ્યો છે અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના લાભ સરકાર સામે ચાલીને લોકોને આપવા જાય છે, જેનાથી સુશાસનથી સેવાનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અમરેલીના ચરખા ગામે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, ખેડાના અરેરી ગામે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના ખેરાણા ગામ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરા અને સુરતના સોન્ડામીઠા ગામે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી કનુ દેસાઈ, ચીખલી-નવસારી, મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ, મંત્રી રાઘવજી પટેલ, જામનગર, મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગાગલાસણ-સિદ્ધપુર, મંત્રી કુંવરજી બાવળીયા, જુવાનગઢ-ખંભાળિયા, મંત્રી મુળુ બેરા, ઝાખર-લાલપુર, મંત્રી ડૉ. કુબેર ડિંડોર, ઉસરા-લીમખેડા તથા મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા.
આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મંગલીયાણા-શહેરા, રાજ્યમંત્રી હર્ષ સંઘવી - સુરત, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા - ખેડા, રાજ્યમંત્રી બચુ ખાબડ-જેતપુર-લીમખેડા, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા- સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર- મુલોજ-મોડાસા તેમજ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, પાતાલ-ટુકેદ-માંડવી મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ-વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સુરેન્દ્રનગરમાં, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા-અમરેલીમાં, નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી-બોરસદ-આણંદ અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ-ડાંગ ખાતે, જ્યારે સંસદ સભ્યઓ, ધારાસભ્યઓ, પ્રભારી સચિવશ્રીઓ, વિવિધ પદાધિકારીઓ અને અધિકારીશ્રી જુદા-જુદા જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આજ સુધીમાં 4375 ગ્રામ પંચાયતોના અનેક લાભાર્થીઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવામાં આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આશરે 13.06 લાખ જેટલી જન ભાગીદારી નોંધાઈ છે અને 12.02 લાખથી વધુ નાગરિકોએ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે.
વધુમાં, હેલ્થ કેમ્પમાં ૫.૬૭ લાખથી વધુ લોકોએ આરોગ્ય ચકાસણી, ૩.૩૪ લાખ લોકોએ TBની ચકાસણી અને 79,500થી વધુ લોકોએ સિકલસેલની પણ ચકાસણી કરાવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 14,587 નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આટલું જ નહીં, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કૃષિ પ્રોગ્રામ હેઠળ 2490 ડ્રોન ડેમોનસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ સાથે જ વિવિધ પ્રકારનાં 48,000 જેટલા એવોર્ડ પણ નાગરિકોને એનાયત કરવામાં આવ્યા છે.
આ યાત્રા દરમિયાન કેટલાક ગામોમાં વિવિધ યોજના હેઠળ 100 ટકા એટલે કે, સેચ્યુરેશન પોઇન્ટ સુધીની ઉપલબ્ધિ હાંસલ કરી છે. યાત્રા દરમિયાન 2846 ગામોમાં આયુષ્યમાન ભારત યોજના, 4066 ગામોમાં જલ-જીવન મિશન યોજના, 3878 ગામોમાં લેન્ડ રેકર્ડ ડીજીટાઇઝેશન અને 4194 ગામોએ O.D.F+ ની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હાલ "મોદીની ગેરંટી" વાળી IEC વાન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોર શોરથી આગળ વધી રહી છે.
-
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર







Click it and Unblock the Notifications
