પીએમ મોદીએ લીલી ઝંડી આપી તે 8 ટ્રેનમાં વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ પણ શામેલ, જાણો ખાસિયત
પીએમ મોદીએ લીલી ઝંડી આપી તે 8 ટ્રેનમાં વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ પણ શામેલ, જાણો ખાસિયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, કેવડિયાને દેશના વિવિધ ભાગને જોડવા માટે 8 ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. આ ઉપરાંત પીએમ મોદીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત ગુજરાતમાં વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. કેવડિયામાં જ દેશના પહેલા ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી છે. આ ટ્રેન કેવડિયા સાથે હજરત નિજામુદ્દીન, રીવા, ચેન્નઈ, વારાણસી, દાદર, અમદાવાદ, પ્રતાપનગરને જોડશે.

Recommended Video

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું, રેલવેના ઈતિહાસમાં સંભવતઃ પહેલીવાર આવું થયું જ્યારે એક સાથે દેશના વિવિધ ખુણાથી એક જ જગ્યા માટે આટલી ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી હોય. કેવડિયા જગ્યા પણ એવી છે, જેની ઓળખ દેશને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપનાર સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાથી છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ રેલવે કનેક્ટિવિટીનો સૌથી મોટો ફાયદો સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જોવા આવતા પર્યટકોને જ મળશે, સાથે જ આ કનેક્ટિવિટી કેવડિયાના આદિવાસી ભાઈ-બહેનોના જીવનને પણ બદલવા જઈ રહ્યો છે. આનાથી રોજગાર અને સ્વરોજગારના નવા અવસર આવશે.
કેવડિયા રેલવે સ્ટેશનની ખાસ વાતો

કેવડિયા રેલવે સ્ટેશન નવી સુવિધાઓથી સજ્જ હશે. પીએમઓએ જાણકારી આપતા કહ્યું કે આ રેલવે સ્ટેશનોની ઈમારતોને સ્થાનિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન વાળા કેવડિયા દેશનું પહેલું રેલવે સ્ટેશન હશે. આ રેલ યોજનાની સાથે જ ભારતીય રેલવેના મેપ પર વિશ્વની સૌથી વડી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને પણ જગ્યા મળી જશે.
વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચની ખાસિયત
પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે લીલી ઝંડી દેખાડી કરવામાં કરવામાં આવી રહેલ ટ્રેનોમાંથી એક અમદાવાદ અને કેવડિયા વચ્ચે જન શતાબ્દી એક્સપ્રેસ છે. આ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ હશે. જેની કેટલીક તસવીરો પીએમ મોદીએ શેર કરી છે. વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ આઈસીએફે બનાવ્યા છે. જેમાં 180 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલવાની ક્ષમતા છે. જ્યારે વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચમાં ગ્લાસ રૂફ, વડી કાચની બારી, રોટેબલ સીટ અને ઓબ્ઝર્વેશન લૉજ છે. આ કોચ એટલા માટે બનાવવામાં આવ્યો જેથી યાત્રીઓને આસપાસના દ્રશ્યોને આનંદ લેવામાં સુવિધા મળે. આ એક કોચમાં 44 પેસેંજર સીટ છે. આ ઉપરાંત વાઈફાઈ આધારિત પેસેંજર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
