Patan Lok Sabha Election Results 2024 LIVE Gujarati: પાટણ લાઇવ રિઝલ્ટ, ભરતસિંહ ડાભી વર્સિસ ચંદનજી ઠાકોર
Patan Lok Sabha Election Results 2024 LIVE Gujarati: આજે 4 જૂનના રોજ આજે લોકસભા ચૂંટણીના રિઝલ્ટ જાહેર થવા જઇ રહ્યાં છે. ત્યારે પાટણ લોકસભા સીટના રિઝલ્ટની તમામ લાઇવ અપડેટ અહીં જાહેર કરવામાં આવશે.

પાટણ લોકસભા સીટની વાત કરીએ તો પાટણ બેઠકમાં જે સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે તેમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચણાસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ સામેલ છે.
પહેલીવાર પાટણ લોકસભા સીટ પર 1957માં લોકસભા ચૂંટણી યોજાઇ હતી. પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઠાકોર મોતિસિંહ બહાદુરસિંહ પહેલીવાર ચૂંટાઈને સંસદભવન પહોંચ્યા હતા. કોંગ્રેસ કૂલ 8 વખત પાટણ લોકસભા સીટ જીતી છે. જ્યારે ભાજપ માત્ર 6 વખત જ પાટણ જીત્યું છે. સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને જનતા દળના ઉમેદવારો પાટણ બેઠક પરથી 1-1 વાર ચૂંટણી જીત્યા હતા.
લોકસભા ચૂંટણી 2024માં પાટણ લોકસભા સીટ પર ભાજપના ભરતસિંહ ડાભી ઠાકોર સામે કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે ખરાખરીની જંગ જામી હતી. પાટણ મતવિસ્તારમાં કૂલ 20 લાખ 19 હજાર 916 મતજારો નોંધાયેલા છે. જેમાંથી 58.56% એટલે કે 11 લાખ 82 હજાર 950 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આજે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીના રિઝલ્ટ જાહેર થવાનાં છે, ત્યારે પાટણ સીટ રિઝલ્ટ લાઇવ (Patan Seat Result Live) મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
7:31 AM - ભરતસિંહ ડાભીએ મોટું નિવેદન આપ્યું છે, અગાઉ તેમણે 7 લાખની લીડથી જીતતા હોવાનો દાવો કર્યો હતો હવે 1 લાખથી જીતતા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, જો જીતા વહી સિકંદર
8:43 AM - પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર એક હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. પાટણ સિવાય જામનગર અને સાબરકાંઠા બેઠક પર પણ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
11:10 AM - પાટણ લોકસભા બેઠકમાં 4 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10,842 મતોથી આગળ
11:21 AM - પાટણથી કૉંગ્રેસના ચંદનજી ઠાકોર 20 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
12:32 PM - પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 15000 મતથી આગળ ચાલી રહ્યા છે.
12:39 PM - 9 રાઉન્ડના અંતે પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીને 236407, અને કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 251151 મત મળ્યા. કોંગ્રેસી ઉમેદવાર 14744 મતથી આગળ ચાલી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
