2026 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત, આ ત્રણ ગુજરાતીઓને મળશે સન્માન
વર્ષ 2026 ના પદ્મ પુરસ્કારો માટેની પ્રારંભિક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજોના નામ સામે આવ્યા છે. સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર અને વિગતવાર યાદી આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદીમાં સાહિત્ય, શિક્ષણ, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં અંકે ગૌડા, બ્રજ લાલ ભટ્ટ અને ડૉ. શ્યામ સુંદર જેવા મહાનુભાવોના નામનો સમાવેશ થાય છે.
ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે આ વખતે રાજ્યની 3 હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ અને નિલેશ માંડલેવાલાના નામે રાજ્યનું નામ રોશન કર્યું છે.
વડોદરાના વતની ધાર્મિકલાલ પંડ્યા જાણીતા આખ્યાનકાર અને માણભટ્ટ છે, જેઓ 18 વર્ષની ઉંમરથી આ લુપ્ત થતી કલાને જીવંત રાખી રહ્યા છે. તેમને આ કલા વારસામાં મળી છે અને તેઓ પરંપરાગત શૈલીમાં પ્રસ્તુતિ માટે જાણીતા છે.
જૂનાગઢના રહેવાસી હાજીભાઈ કાસમભાઈ મીરને આખું ગુજરાત હાજી રમકડું તરીકે ઓળખે છે, જેઓ પોતાના ઢોલકના તાલે ભજન અને ડાયરામાં જમાવટ કરે છે. લોકસંગીત અને સંગીતમય વાતાવરણ ઊભું કરવામાં તેમની આગવી ઓળખ અને મહારત રહેલી છે.
સુરતથી અંગદાનની જ્યોત જલાવનાર નિલેશ માંડલેવાલાને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના અદભૂત અને પ્રેરણાદાયી કાર્ય બદલ પદ્મશ્રી સન્માન આપવામાં આવશે. વર્ષ 2005 થી તેઓ અંગદાન-જીવનદાન અભિયાન ચલાવી દેશભરમાં એક મોટું નામ બની ગયા છે.
આ ઉપરાંત યાદીમાં આર્મિડા ફર્નાન્ડિસ, ભીખલ્યા ધીંડા અને રઘુવીર ખેડકર જેવા કુલ 40 થી વધુ મહાનુભાવોને પણ તેમના વિશેષ યોગદાન માટે સ્થાન અપાયું છે. આ તમામ વ્યક્તિઓએ પોતપોતાના ક્ષેત્રમાં શૂન્યમાંથી સર્જન કરી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
