Morbi bridge collapse : ઓરેવા કંપની મૃતકોને આપશે 10-10 લાખનું વળતર, ગુજરાત હાઇકોર્ટે આપ્યો આદેશ
Morbi bridge collapse : ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીના MD જયસુખભાઈ પટેલને મોરબી બ્રિજ ધરાશાયી થયેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
Morbi bridge collapse : ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મોરબી પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે ઘાયલોને પણ વળતર પેટે 2-2 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને ન્યાયમૂર્તિ સંદિપ ભટ્ટની બેચે કંપનીને વચગાળાનું વળતર આપવાનો હુકમ કર્યો છે.

ગત વર્ષે થયો હતો અકસ્માત
ગયા વર્ષે 30 ઓકટોબર, 2022ના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડતાં 300 થી વધુ લોકો ડૂબી ગયા હતાઅને 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ લોકોએ પોતાના પ્રિયજનોને હતા. આ દુર્ઘટના બાદ લગભગ 5 દિવસસુધી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટે દાખલ કરી હતી સુઓમોટો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ 30 ઓકટોબરના રોજ તૂટી પડ્યો હતો. આ કેબલ બ્રિઝતૂટવાના કારણે કુલ 135 લોકોના મોત થયા હતા. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજીને હાઇકોર્ટે એક સુઓમોટો દાખલ કરી હતી.

ઓરેવાએ પરિવારને વળતર આપવાની વ્યક્ત કરી હતી ઈચ્છા
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની ઈચ્છા વ્યક્ત કરીહતી. જયસુખે કોર્ટથી બચવા માટે નવો દાવ ચલાવતા જણાવ્યું હતું કે, તે અકસ્માતથી દુઃખી છે અને પોતે ઘાયલોને વળતર આપવા માંગેછે. આ મામલે કોર્ટે જણાવ્યું હતું કે, તે પોતાના પર લાગેલા આરોપોથી બચી શકે નહીં.

મોરબી બ્રિજ અકસ્માત મામલે 1262 પાનાની ચાર્જશીટ દાખલ
ગુજરાતના મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે પોલીસ દ્વારા 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં135 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનું નામ પણ ચાર્જશીટમાંઆરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત બાદ કોંગ્રેસે ભાજપ પર ઓરેવાના માલિકને બચાવવાનો આરોપલગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
