Opinion: ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવેંતુ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ
Opinion: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા 324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર(BBBRC)નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂપિયા 45 કરોડના ખર્ચે પ્રતિદિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10000 કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો ઓપ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે.
એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ, એમ જણાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ- સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે, જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે, તેવો વિશ્વાસ આપતાં ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ બનાસનાં ઇતિહાસનો સુવર્ણ દિવસ છે. આજે દેશની મહત્વની સહકારીતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સહકારીતા મંત્રી અમિત શાહના નતૃત્વમાં આજે દેશના સહકારીતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અધ્યક્ષ શંકર ચૌધરીએ વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે, આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે
તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે. દૂધના પાઉડરમાં તેમણે આપેલી સબસીડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટ્યું છે. આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર પશુપાલકોને મળશે. જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે. જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતાં દેશી ગાય પણ 25 લીટર થી વધુ દૂધ આપતી થશે. જેથી દૂધક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે. ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે. બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે, એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે, આગામી પચ્ચીસ વર્ષમાં આપણે શું કરવું એનો રોડમેપ તૈયાર છે, ત્યારે એમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો હતો.
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભર બને એ માટે કામ થઇ રહ્યું છે. આજે સહકારથી સમૃદ્ધિનો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પુરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલા બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે જણાવ્યું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેકિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદ્રષ્ટિથી સહકારીતામાં સહકારના પાયલોટ પ્રોજેકટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
