Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

National sports day 2025 : 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાશે

National sports day 2025 : ગુજરાતમાં રમત-ગમતનો ઉત્સાહ ચરમસીમાએ છે. ભારતના મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટ નિમિત્તે દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થવા જઈ રહી છે.

આ વર્ષે આ ઉજવણી એક દિવસને બદલે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ ચાલશે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એક ઘંટા ખેલ કે મૈદાન મેં અને હર ગલી હર મૈદાન, ખેલે સારા હિંદુસ્તાન જેવા સૂત્રો સાથે લોકોને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાનો છે.

National sports day 2025

આ રાષ્ટ્રવ્યાપી ઉત્સવમાં ગુજરાત પણ સક્રિય રીતે ભાગ લેશે. રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ માત્ર રમતગમતને પ્રોત્સાહન આપવાનો જ નહીં પરંતુ એક તંદુરસ્ત અને સક્રિય સમાજનું નિર્માણ કરવાનો છે.

આ ત્રણ દિવસીય ઉજવણી દરમિયાન ગુજરાતમાં ઘણા કાર્યક્રમો યોજાશે.

29 ઓગસ્ટ 2025

પહેલા દિવસે તમામ જિલ્લાઓમાં મોટા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ભાગ લેનારા સૌને ફિટ ઇન્ડિયા ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે, જેનો હેતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો છે. આ ઉપરાંત, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં રમત-ગમત સ્પર્ધાઓ, સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધાઓ અને માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી પર ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ખેલ મહાકુંભ 2025 માટે રજિસ્ટ્રેશન પણ શરૂ થશે, જે ગુજરાતના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડશે.

30 ઓગસ્ટ 2025

બીજા દિવસે રાજ્યનો પોલીસ વિભાગ આ ઉજવણીનું નેતૃત્વ કરશે. તમામ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વિવિધ રમત-ગમત અને ફિટનેસ સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધાઓમાં પોલીસકર્મીઓ ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓ પણ ભાગ લેશે. આ પહેલનો હેતુ પોલીસ વિભાગમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા સાથે નાગરિકોને પણ શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપવાનો છે.

31 ઓગસ્ટ 2025
ઉજવણીના અંતિમ દિવસે રાજ્યના તમામ જિલ્લાઓ, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ ગુજરાત, ઓબેસિટી-મુક્ત ગુજરાત ના સંદેશને ફેલાવવાનો છે. NCC, NSS, વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય તેમજ ધાર્મિક નેતાઓ પણ આ સાયકલિંગ ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લેશે.

આ ત્રણ દિવસીય ઉજવણીને સફળ બનાવવા માટે ગુજરાત સરકારના અનેક વિભાગો સક્રિય રીતે જોડાઈ રહ્યા છે, જેમાં રમત-ગમત વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, શહેરી વિકાસ, ગ્રામ પંચાયતો અને અન્ય સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો સાથે મળીને નાગરિકોમાં જાગૃતિ લાવશે અને તેમને આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X