કેન્દ્રીય ગૃહ-સહકારી મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યોના સહકાર મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયુ

કેન્દ્રીય ગૃહ-સહકારી મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યોના સહકાર મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુવારે દેશના પાટનગર નવી દિલ્હી ખાતે રાજ્યોના સહકાર મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું. આ સંમેલનમાં વિવિધ રાજ્યોના સહકાર મંત્રીઓની સાથે ગુજરાતના ઉદ્યોગ તથા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Amit Shah

આ રાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં ગુજરાતના ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સહકાર તથા ગૃહ મંત્રી અમિતભાઈ શાહના ભારતને સહકારની બ્રાંડ બનાવવાના લક્ષ્યને દોહરાતા જણાવ્યું, "સહકાર માત્ર કાયદાકીય કે બંધારણીય જોગવાઈ નથી, પણ સહકાર એક સ્પિરિટ છે, એક સંસ્કાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ કૃષિ તેમજ સહકારને સાથે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે, કેમ કે અમારી નીતિ હંમેશા 'ફાર્મર ફર્સ્ટ'ની રહી છે."

વિશ્વકર્માએ સહકાર ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ગુજરાતમાં લગભગ 85,000 કરતા વધુ સહકારી સમિતિઓ કાર્યરત હતી કે જેમાં 1 કરોડ 70 લાખથી વધુ સભાસદો છે. ગુજરાતમાં ઉપલબ્ધ સહકારી માળખાને પરિણામે ગુજરાતના ખેડૂતોને શૂન્ય ટકા એટલે કે વગર વ્યાજે ટૂંકાગાળાની કૃષિ લોન મળી રહી છે કે જેનો લાભ લાખો ખેડૂતોને મળી રહ્યો છે આ જ છે સરળ અને સક્ષમ સહકાર.

તેમણે ગુજરાતના દૂધ ક્ષેત્રે અમૂલના પ્રદાન વિશે જણાવ્યું હતું કે અમૂલનું વાર્ષિક ટર્નઓવર રૂ.62,000 કરોડ છે અને ગુજરાતની લાખો મહિલા પશુપાલકો અમૂલનો પાયો છે કે જે સહકાર ક્ષેત્રે 'નારી સશક્તિકરણ'નું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. આજે અમૂલ સમગ્ર દેશ તેમજ વિશ્વ માટે રોલમૉડેલ છે.

મંત્રીએ સહકારી ક્ષેત્રે ગુજરાતની ભાવિ નીતિઓ વિશે કહ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સહકારીતા વિભાગની ચિંતન શિબિરમાં અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને નવો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રના પરંપરાગત માળખાથી ઉપર ઉઠીને નવા વિચારો સાથે આ ક્ષેત્રને નવી ઊંચાઇએ લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

ગુજરાતના સહકાર મંત્રીએ જણાવ્યું કે સમગ્ર એશિયામાં સૌપ્રથમ રજિસ્ટર્ડ થયેલી 'ઢુંઢી સોલાર ઊર્જા ઉત્પાદક સહકારી સમિતિ' ગુજરાતના ખેડા જિલ્લામાં છે. ગોબર ઉત્પાદક સહકારી સમિતિ, ઘરગથ્થું ગૅસ સહકારી સમિતિ, ચાઇલ્ડ કૅર સહકારી સમિતિ, કૉમ્યુટર જૉબ વર્ક સહકારી સમિતિ જેવી અનેક ઇનોવેટિવ સહકારી સમિતિઓ ગુજરાતમાં સહકાર ક્ષેત્રને નવાં આયામો આપી રહી છે. ગુજરાતમાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરિકો માટે સહકાર એક મોટું પ્લેટફૉર્મ બન્યું છે કે જે તેમની શક્તિઓને ઓળખી તેમના વિકાસને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

નવી દિલ્હી ખાતે યોજાયેલા આ સંમેલનમાં સહકાર સચિવ કે. એમ. ભીમજિયાણી તથા એડિશનલ રજિસ્ટ્રાર પણ સહભાગી થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X