'કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે મારા પતિ', ભરતસિંહ સોલંકીના પત્ની રેશમાનો સોનિયા-રાહુલને પત્ર
કોંગ્રેસના ગુજરાત પ્રદેશાધ્યક્ષ રહી ચૂકેલા તેમજ પૂર્વ કેન્દ્રીય ભરતસિંહ સોલંકીને પોતાની પત્ની રેશમા પટેલ સાથે જ તકરાર થઈ ચૂકી છે.
અમદાવાદઃ કોંગ્રેસના ગુજરાત પ્રદેશાધ્યક્ષ રહી ચૂકેલા તેમજ પૂર્વ કેન્દ્રીય ભરતસિંહ સોલંકીને પોતાની પત્ની રેશમા પટેલ સાથે જ તકરાર થઈ ચૂકી છે. તેમના પત્ની રેશમા તેમના પર છેલ્લા એક મહિનાથી મોટા ખુલાસા કરી રહી છે અને આરોપ લગાવી રહી છે. આ વખતે રેશમાના એક પત્રથી રાજકીય ગલીઓમાં હોબાળો મચી ગયો છે. રેશમાએ સોશિયલ મીડિયા પર જે પત્ર શેર કર્યો તેની સાથે એક વીડિયો પણ લીક કર્યો છે. તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને સંબોધિત પત્રમાં કહ્યુ, 'ભરતસિંહ સોલંકી...કોંગ્રેસમાં જ રહીને કોંગ્રેસને ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે. દૂર્ભાગ્યથી તે મારા પતિ રહ્યા છે... તે 67 વર્ષના છે અને મારાથી 23 વર્ષ મોટા છે. તેમછતાં તેમણે મને ઘરમાંથી કાઢી દીધી. મે તેમને ઘણી વાર સમજાવ્યા પરંતુ તે ન માન્યા. હવે હું કોંગ્રેસ હાઈકમાન્ડને તેમનાથી ચેતવવા માંગુ છુ.'

તમને જણાવી દઈએ કે રેશમાને તેમના પતિ ભરતસિંહ સાથે ઘણા મહિનાઓથી અણબનાવ ચાલી રહ્યો છે અને બંને એકબીજા સાથે બિલકુલ બનતુ નથી. બંનેની ઉંમરમાં પણ 2 દશકથી વધુનુ અંતર છે. રેશમાનુ કહેવુ છે કે ભરતના ઘણી મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીના નામે લખેલા પત્રમાં રેશમા સોલંકીએ કહ્યુ છે કે મારા પતિ કોંગ્રેસને પોતાની રાજકીય વગ માટે નષ્ટ કરી રહ્યા છે. કોંગ્રેસને સત્તામાં આવતી રોકવા માટે જાણીજોઈને ગુજરાતના લોકોને ખોટા સંદેશા મોકલી રહ્યા છે. તેમની ચતુરાઈ એવી છે કે સારુ બોલે તો છે પરંતુ પડદા પાછળ એટલુ ખોટુ કરે છે કે કોંગ્રેસ આગળ વધી નહિ શકે. તેમણે ભરતી સામે આરોપ લગાવીને કહ્યુ કે જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હતા તેમને ટિકિટ આપીને સારી મહિલાઓને આગળ આવવાથી રોકી.
રેશમાએ પતિને નિશાના પર લઈને લખ્યુ, 'એ સારા માણસ નથી. કોંગ્રેસ નેતૃત્વ સમજી-વિચારીને નિર્ણય લે. ભરત સિંહને મુખ્યમંત્રીનો ચહેરો ઘોષિત કરવાનો હોય તો એ યોગ્ય નહિ ગણાય. તેમના દ્વારા પાર્ટીને જાણીજોઈને સત્તામાંથી આવવાથી રોકવામાં આવી રહી છે.' પત્ર મુજબ રેશમા ખુદ બેબસ છે અને પત્ર દ્વારા તે આશા રાખે છે કે સચ્ચાઈ જણાવીને કોંગ્રેસનુ ભલુ કરશે.
ભરતસિંહે કહ્યુ - અમે એક નથી
વળી, ભરતસિંહ કે જેઓ રેશમાના પતિ રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેમણે રેશમા સાથે અણબનાવની વાતને સાર્વજનિક કરીને કહ્યુ છે કે તેમની સાથે કોઈ આર્થિક લેવડ-દેવડ ન કરવી. તેમના વકીલ તરફથી કહેવામાં આવ્યુ છે કે રેશમા સાથે કોઈ આર્થિક લેવડ-દેવડ કરશો તો ખુદ જવાબદાર રહેશો. થોડા દિવસ અગાઉ ભરતના વકીલ તપોધને કહ્યુ કે મારા ક્લાયન્ટ ભરતસિંહ એક રાજકીય-સામાજિક પ્રતિષ્ઠાવાળા વ્યક્તિ છે. રેશમા તેમની સાથે નથી. તેમના નામ અથવા ઓળખના આધારે રેશમા કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ આર્થિક લેવડ-દેવડ કરશેતો ભરતસિંહની કોઈ જવાબદારી નહિ રહે. વકીલે કહ્યુ કે ભરત સોલંકી અને રેશમા પટેલ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે તથા રેશમા તેમના કહેવામાં નથી. પોતાની મનમાની કરે છે અને 4 વર્ષથી પતિથી અલગ પણ રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
