Mucormycosis: મ્યૂકરમાઈકોસિસ મુદ્દે રાજ્ય માટે માઠા સમાચાર, ગુજરાત દેશમાં બીજા ક્રમે

કોરોનાની બીજી લહેરમાં રાજ્યને હંફાવ્યા બાદ હવે એક નવા ચૌકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરોના બાદ પેદા થયેલા રોગ મ્યૂકરમાઈકોસિસના આંકડા ગુજરાત માટે ચૌકાવનારા છે.

કોરોનાની બીજી લહેરમાં રાજ્યને હંફાવ્યા બાદ હવે એક નવા ચૌકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરોના બાદ પેદા થયેલા રોગ મ્યૂકરમાઈકોસિસના આંકડા ગુજરાત માટે ચૌકાવનારા છે. બીજી લહેરમાં કોરોના બાદ ઘણા લોકોએ આ રોગનો સામનો કરવો પડ્યો હતો. મ્યૂકરમાઈકોસિસથી ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે.

Mucormycosis

મ્યૂકરમાઈકોસિસને લઈને લોકસભામાંથી જે આંકડા આવ્યા છે તે ગુજરાત માટે સારા નથી. લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ડાયાબિટિસ દર્દીઓ ઉપરાંત સ્ટેરોઇડનો ઉપયોગ કરનારા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ દેખાયો હતો. મે મહિનામાં મ્યુકરમાઇકોસિસના કેસમાં ધરખમ વધારો નોંધાયો હતો. જો કે હવે કેસ ઘટી રહ્યા છે. આંકડા મુજબ ગુજરાતમાં ૨૮ જુલાઇ સુધી ૬,૮૦૦થી વધુ લોકો મ્યુકર માઇકોસિસની ઝપેટમાં આવી ચૂક્યા છે. જે દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે.

દેશમાં મ્યૂકરમાઈકોસિસના આંકડાઓ વિશે વાત કરીએ તો, સૌથી વધુ કેસ સાથે મહારાષ્ટ્રમાં ૯,૬૫૪ કેસ, ગુજરાતમાં ૬,૮૪૬, આંધ્ર પ્રદેશમાં ૪૨૦૯ તામિલનાડુમાં ૪૦૭૫ કેસ નોંધાયા છે.
બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકરમાઇકોસિસને કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે ગંભીર રોગની શ્રેણીમાં મૂક્યો છે.

આંકડાઓ જોઈએ તો ગુજરાતમાં કોરોનાના સરેરાશ ૧ હજાર દર્દીમાંથી ૧૩ વ્યક્તિને મ્યુકરમાઇકોસિસની અસર થઈ હતી. આ આંકડો રાજસ્થાનમાં પ્રતિ હજારે ૧૦, તેલંગાણામાં ૮, મધ્ય પ્રદેશમાં ૫ અને આંધ્ર પ્રદેશમાં ૪ હતો. કોરોનાના ૧ હજાર દર્દીઓએ મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસમાં ગુજરાત મોખરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X