Morbi: એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, તપાસમાં જોડાઇ મોરબી પોલીસ
Morbi in Gujarati: ગુજરાતના મોરબી શહેરમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મોરબી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ત્યાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના પુત્રનો સમવેશ થાય છે.
ફ્લેટના અલગ-અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા - એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરેશ કમ્બર (57), તેમની પત્ની વર્ષાબેન (55) અને તેમના પુત્ર હર્ષ (19)ના મૃતદેહ રાવપર રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે તેમના ફ્લેટના અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કમ્બરના ભાઈએ સવારે ફ્લેટના બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડામાં મૃતદેહો જોયા, ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી.
પરિવાર પાસે હતી હાર્ડવેરની દુકાન - હરેશ કંબર એક વેપારી હતો અને મોરબી શહેરમાં હાર્ડવેરની દુકાન ધરાવતો હતો. પોલીસ અધિક્ષક (મોરબી) રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે. જોકે, અમે અન્ય શક્યતાઓને નકારી રહ્યા નથી અને અમે કેસની તપાસ કરીશું.
આ મામલે તપાસ કરવામાં આવશે - મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સ્થળ પરથી એક પત્ર મળી આવ્યો છે, જેમાં પરિવારે જણાવ્યું છે કે, તેમની કાર્યવાહી માટે કોઈને જવાબદાર ન ઠેરવવામાં આવે.
અધિકારીએ જણાવ્યું હતું કે, તેને આ પગલું ભરવા પાછળનું કારણ ખબર નથી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવશે. પરિવારના એક પરિચિતના જણાવ્યા અનુસાર, કમ્બરે બે દિવસ પહેલા તેના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
