મોરબી પુલ દૂર્ઘટનામાં રાજકોટના ભાજપ સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત, કહ્યુ - દોષિતોને છોડીશુ નહ
મોરબી પુલ અકસ્માતમાં ગુજરાતના રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત થયા છે.
રાજકોટઃ ગુજરાતના મોરબી પુલના ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. 400 જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. મોરબીમાં મચ્છુ નદીનો ઝુલતો પુલ ધરાશાયી થયા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. મોરબી પુલ અકસ્માતમાં ગુજરાતના રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત થયા છે.

ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતાં મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યુ કે, 'મે મોરબી અકસ્માતમાં પાંચ બાળકો સહિત મારા પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. મે મારા પરિવારના સભ્યો ગુમાવ્યા છે જે મારી બહેનના પરિવારમાંથી હતા. આ કેસમાં દોષિતોને બક્ષવામાં આવશે નહિ.' ભાજપના સાંસદ મોહનભાઈએ જણાવ્યુ હતુ કે, મોરબી અકસ્માતમાં મારી બહેનના જેઠ એટલે કે મારા જીજાજીના મોટા ભાઈએ 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. હું ગઈકાલે સાંજથી સ્થળ પર છુ. આ અકસ્માતનું સત્ય 100 ટકા બહાર આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેઓ આખી રાત ફોન દ્વારા માહિતી લઈ રહ્યા હતા.
ઝુલતા પુલને ખોલવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી એમ પૂછવા પર ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાએ કહ્યુ કે, 'આ દુર્ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી હતી તે જાણવા માટે તપાસ કરવામાં આવશે. દોષિતોને સજા કરવામાં આવશે. અમે દોષિતોને છોડીશુ નહિ. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.' રાજ્ય સરકારે કહ્યુ કે, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર સંયુક્ત રીતે બચાવ કાર્યમાં રોકાયેલા છે. મચ્છુ નદીમાં ફસાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે અને રેસ્ક્યુ બોટ પણ સ્થળ પર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
